ઇસ્લામાબાદ,તા.૬
પાકિસ્તાનમાં રહેનાર એક અમેરિકાની બ્લોગર સિંથિયા ડી રિચીએ પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિક ઉપર રેપનો આરોપ લગાવ્યો છે. રિચીએ પૂર્વ પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાની ઉપર પણ શારીરિક યાતના આપ્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સિંથિયા મુજબ બન્ને ઘટના ૨૦૧૧ની છે. આ દરમિયાન બેનઝીર ભૂટ્ટોની પાકિસ્તાન પિપલ્સ પાર્ટી સત્તામાં હતી. હાલ પાર્ટીનું નેતૃત્વ બેનઝીરનો પુત્ર બિલાવલ ભૂટ્ટો કરી રહ્યો છે.
સિંથિયાએ શુક્રવારે ફેસબુક ઉપર એક વીડિયો મૂક્્યો છે. જેમા રહેમાન મલિક અને ગિલાની ઉપર આરોપ લગાવ્યા છે. રિચી મુજબ ઘટના ૨૦૧૧ની છે. એ સમયે તે જ્યારે રાષ્ટપતિ ભવનમાં રહેતી હતી. ખાસ વાત એ ચછે કે રિચી હાલ પ્રધાનમત્રી ઈમરાન ખાનની સોશિયલ મીડિયા ટીમમાં છે. રિચીએ અમુક ટ્વીટ પણ કર્યા. એક ટ્વીટમાં તણે લખ્યું છે કે મને ડ્રિંક્સમાં નશીલો પદાર્થ મેળવીને આપવામાં આવ્યું. હું ચૂપ રહી કારણ કે પીપીપી સરકાર મારી મદદ કરતું હતું. હવે હું કોઈપણ વ્યક્તિનો સામનો કરવા માટે તૈયાર છું.
સિંથિયાનો દાવો છે કે તેણે ઘટનાની જાણકારી પાકિસ્તાનમાં રહેલા અમેરિકાના દૂતાવાસને પણ આપી હતી. ત્યાંથી યોગ્ય જવાબ મળ્યો નથી. આ દરમિયાન પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સંબંધો સારા ન હતા. રિચીએ પીપીપી ઉપર ગંદુ રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહયુ કે હું ઈચ્છું છું કે વિશ્વ મારી વાત સાંભળે.
Loading ...