લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ફેબ્રુઆરી 2026 |
2376
વોશિંગ્ટનડીસી, તા.૬
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે, અમેરિકાએ ઈરાનમાં તેના નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવાની ચેતવણી આપી છે.
ઈરાનમાં “વર્ચ્યુઅલ યુએસ એમ્બેસી” દ્વારા જારી કરાયેલી સલાહમાં, સમગ્ર દેશમાં અશાંતિને ધ્યાનમાં રાખીને, અમેરિકન નાગરિકોને સ્થળાંતર માટે એક એવી યોજના વિકસાવવા વિનંતી કરવામાં આવી છે જે અમેરિકન સરકારની સહાય પર આધાર રાખતી નથી. સલાહમાં સૂચવવામાં આવ્યું છે કે જાે ફ્લાઇટ્સ રદ કરવામાં આવે તો, નાગરિકોએ સરહદ પાર કરીને આર્મેનિયા અથવા તુર્કી જવું જાેઈએ અને સલામત આશ્રયસ્થાનોમાં પહોંચવું જાેઈએ. નાગરિકોને પૂરતો ખોરાક, પાણી અને દવાનો સંગ્રહ કરવાની અને સુરક્ષિત ઇમારતની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકા અને ઈરાની નાગરિકતા ધરાવતા લોકોએ ખાસ કરીને સતર્ક રહેવાની જરૂર છે. ટ્રમ્પ અને ઈરાન વચ્ચેનો શબ્દયુદ્ધ હવે હુમલાની ધમકીઓ સુધી વધી ગયો છે. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન મધ્ય પૂર્વમાં નવા યુદ્ધને રોકવા માટે તેમના તમામ પ્રયાસો કરી રહ્યા છે.