લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026 |
1881
તેહરાન:મિડિલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા-ઇઝરાયલે હવે ઈરાનના ઉર્જા ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઇઝરાયલે દક્ષિણ ઈરાનમાં દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્ર અને અસલુયેહ શહેરના તેલ અને ગેસ સુવિધાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. દક્ષિણ પાર્સ દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક ગેસ ફિલ્ડ માનવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ, હુમલામાં ગેસની સાથે-સાથે પેટ્રોકેમિકલ અને તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. ઇઝરાયલી મીડિયાએ પણ ગેસ સુવિધાઓ પર હુમલાની જાણકારી આપી છે.
અમેરિકા અને ઇઝરાયલ તરફથી અત્યાર સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ પહેલા ઇઝરાયલના રક્ષામંત્રીએ કહ્યું હતું કે આજે ઈરાન અને લેબનનમાં ‘મોટું સરપ્રાઈઝ’ જાેવા મળશે, જેને આ હુમલાઓ સાથે જાેડીને જાેવામાં આવી રહ્યા છે. તેના જવાબમાં ઈરાને ખાડી દેશોમાં મોટા હુમલાની ચેતવણી આપી છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડએ લોકોને સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કતારના મુખ્ય ઓઈલ અને ગેસના ઠેકાણાઓથી દૂર રહેવા માટે કહ્યું છે.
જવાબમાં ઈરાનનો ઇઝરાયલ પર મિસાઈલ હુમલો
ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલોને રોકવા માટે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવી છે. સેનાએ જણાવ્યું કે સંભવિત લક્ષ્યવાળા વિસ્તારોમાં લોકોને મોબાઈલ એલર્ટ મોકલીને તરત જ સુરક્ષિત આશ્રયસ્થાનોમાં જવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. હુમલામાં જાનહાનિની માહિતી હાલમાં સામે આવી નથી.
ઈઝરાયલના હુમલામાં ઈરાનના મંત્રી ઈસ્માઈલ ખતીબનું મોત
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનને વધુ એક મોટો સુરક્ષા ફટકો પડ્યો છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ બુધવારે જાહેરાત કરી હતી કે ઈઝરાયેલી સૈન્યએ ઈરાનના ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખતીબને ઠાર કર્યા છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કેટ્ઝે આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ઈઝરાયેલી દળોએ ઈરાનના ગુપ્તચર વડાને નિશાન બનાવીને સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું છે. આ ઘટના બાદ ઈરાનના સરકારી ટેલિવિઝને પણ બુધવારે ઓન-એર સમાચાર પ્રસારિત કરીને મંત્રી ઈસ્માઈલ ખતીબના મોતના સમાચારને સમર્થન આપ્યું છે. ઈસ્માઈલ ખતીબની હત્યા એ ઈઝરાયેલ દ્વારા ઈરાનના ટોચના સૈન્ય અને સુરક્ષા અધિકારીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશનો એક ભાગ છે. આ અગાઉ ઈઝરાયેલે ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી અલી લારીજાની અને પેરામિલિટરી રિવોલ્યુશનરી ગાર્ડના ‘બાસીજ’ દળના વડાની પણ હત્યા કરી હતી.
યુદ્ધમાં માર્યા ગયેલા ઈરાનના મુખ્ય નેતાઓ અને અધિકારીઓ
• અયાતુલ્લા અલી ખામેની ઈરાનના સુપ્રીમ લીડર
• અલી લારીજાની ઈરાન સિક્યુ.કાઉન્સિલ ચીફ
• અલી શામખાની ખામેનીના નજીકના સલાહકાર
• મોહમ્મદ પાકપૂર આઇઆરજીસી ચીફ
• અઝીઝ નસીરઝાદેહ રક્ષામંત્રી
• અબ્દોલરહીમ મૌસવી આર્મી ચીફ
• ગુલામરેઝા સુલેમાની બસીજ ફોર્સ કમાન્ડર
તેમના પરમાણુ હથિયારો અમેરિકા માટે ગંભીર જાેખમ : તુલસી ગાબાર્ડનો પાક.- ચીન પર પ્રહાર
અમેરિકાના ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (ડીએનઆઈ) તુલસી ગાબાર્ડે પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ આકરા તેવર અપનાવ્યા છે. એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે પાકિસ્તાન અને ચીન પાસે રહેલા પરમાણુ હથિયારો સીધી રીતે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મોટો ખતરો છે. તુલસી ગાબાર્ડે પાકિસ્તાનની આંતરિક રાજકીય અને આર્થિક અસ્થિરતા તરફ ઈશારો કરતા કહ્યું કે, જાે પાકિસ્તાનના પરમાણુ હથિયારો કોઈ આતંકવાદી સંગઠન કે કટ્ટરપંથીઓના હાથમાં જશે તો તે વિશ્વ માટે વિનાશક સાબિત થઈ શકે છે. ચીન અંગે જણાવ્યું કે, બેઇજિંગ જે રીતે ઝડપથી પોતાના પરમાણુ શસ્ત્રાગારનો વિસ્તાર કરી રહ્યું છે, તે અમેરિકાના વ્યૂહાત્મક હિતોને સીધો પડકાર ફેંકી રહ્યું છે.
૧૦ લાખ ભારતીયોની સુરક્ષા જરૂરી : હુમલા બાદ ઁસ્ મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સને ફોન કર્યો ઈરાન સાઉદી અરેબિયાથી લઈને કુવૈત સુધીના દેશો પર હુમલાઓ કરી રહ્યું છે. ત્યારે વર્તમાન સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમદ અલ-સબાહ સાથે ફોન પર વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ ક્રાઉન પ્રિન્સ સાથે ટેલિફોનિક વાતચીત કરીને કુવૈતના સાર્વભૌમત્વનું સંપૂર્ણ સમર્થન કર્યું છે અને વર્તમાન સ્થિતિમાં કુવૈતના લોકો સાથે ઊભા રહેવાની વાત કહી છે. બંને નેતાઓ વચ્ચે કુવૈતમાં કામ કરતાં ૧૦ લાખથી વધુ ભારતીયોની સુરક્ષા મામલે પણ વાતચીત કરવામાં આવી છે. એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે આ ફોન કૉલ મહત્ત્વનો મનાય છે. મોદીએ સરહદોના ઉલ્લંઘનની કડક શબ્દોમાં ટીકા કરી છે.