ટ્રમ્પ અને જર્મન ચાન્સેલર વચ્ચે ટપાટપી પછી અમેરિકા ૫૦૦૦ સૈનિકો જર્મનીથી પાછા બોલાવશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, મે 2026  |   3366

અમેરિકાએ જર્મનીમાંથી લગભગ ૫,૦૦૦ સૈનિકો હટાવવાનો ર્નિણય કર્યો છે. અમેરિકી રક્ષા મંત્રાલય મુજબ, આ પ્રક્રિયા આગામી ૬ થી ૧૨ મહિનામાં પૂરી થશે. આ પગલું સીધા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચેની શાબ્દિક ટપાટપી પછી સામે આવ્યું છે. મર્ઝે ગયા મહિને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમેરિકા પાસે કોઈ સારું પ્લાનિંગ નથી. તેને ખબર જ નથી કે તે આ યુદ્ધમાંથી કેવી રીતે બહાર નીકળશે. તેમણે કહ્યું કે ઈરાન વાતચીતને ટાળવામાં માહેર છે અને અમેરિકાને કોઈ પરિણામ વિના ઈસ્લામાબાદ સુધી આવ-જા કરવી પડી. આનાથી અમેરિકાને ઈરાન સામે અપમાનિત થવું પડ્યું. આનાથી ટ્રમ્પ નારાજ થઈ ગયા હતા. તેમણે મર્ઝ વિશે કહ્યું કે તેઓ ખૂબ જ ખરાબ કામ કરી રહ્યા છે. તેમને લાગે છે કે ઈરાન પાસે પરમાણુ હથિયારો હોવા એ સારી વાત છે. તેમને વાસ્તવિકતાની સમજ નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution