કોથમીરનો ઉપયોગ કરીને તમે ખાવાનો સ્વાદ વધારી શકો છો સાથે સાથે તમારી બ્યૂટી પણ વધારી શકો છો. જી હાં કોથમીરથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરીને તમે ગ્લોઇંગ અને ક્લીયર સ્કિન મળી શકે છે.

કોથમીરથી બનેલી ચટણીનું નામ સાંભળતા જ તમારા મોઢામાં પાણી આવી જાય છે તો સિમ્પલ દાળમાં પણ કોથમીર નાંખવાથી સ્વાદ વધી જાય છે. કોથમીરનો ઉપયોગ કરીને તમે ખાવાનો સ્વાદ વધારી શકો છો સાથે સાથે તમારી બ્યૂટી પણ વધારી શકો છો. જી હાં કોથમીરથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરીને તમે ગ્લોઇંગ અને ક્લીયર સ્કિન મળી શકે છે. આજે અમે તમને જણાવીશું ઘર પર જ કોથમીરથી કેવી રીકે ફેસપેક બનાવી શકાય છે.

કોથમીર અને એલોવેરા

કોથમીરના પાન પીસીને એમાં એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. એમાં કેટલાક સમય સુધી પોતાની સ્કીન પર લગાવીને રાખો પછી ધોઇ નાંખો. એનાથી સાફ અને ગ્લોઇંદ સ્કીન મળશે. આ પેક સ્કીન પર વધતી ઉંમરના પ્રભાવને ઓછું કરીને રિંકલ્સ અને ફાઇન લાઇન્સને દૂર કરશે.

કોથમીર અને લીંબૂ

થોડી પીસેલી કોથમીરમાં લીંબૂનો રસ નીચોવીને ચહેરા પર લગાવીને ધોઇ નાંખો. એનાથી તમને એક્ને અને બ્લેકહેડ્સની સમસ્યાથી છુટકારો મળશે. આ ડેડ સ્કિન સેલ્સને નિકાળીને સ્કીનને રિઝુવિનેટ કરશે.

કોથમીર અને દૂધ 

કોથમીરને સારી રીતે પીસ કરીને એમાં થોડું દૂધ, મધ અને લીંબૂ મિક્સ કરીને પેક તૈયાર કરો. કોથમીર ડેડ સ્કીન સેલ્સને બહાર નિકાળવાનું કામ કરે છે તો દૂધ નેચરલ રીતે સ્કીનને ક્લીન્ઝ કરે છે. એનાથી તમારી સ્કીન સાફ થશે.

કોથમીર અને ટામેટા

કોથમીરને પીસીને એમાં 3 થી 4 ચમચી ટામેટાનો રસ અને થોડું લીંબૂ મિક્સ કરી લો. મિક્સ થયા બાદ એમાં થોડી મુલ્તાની માટી મિક્સ કરી લો, આ પેકને ચહેરા પર લગાવીને સૂકવી દો અને ત્યારબાદ ઠંડા પાણીથી ધોઇ નાંખો.