12, ઓગ્સ્ટ 2025
દહેરાદુન |
2673 |
આખા ગામને નવી જગ્યાએ ખસેડવામાં આવશે
10 વર્ષમાં 3 આફતો આવી; હજુ 43 લોકો ગુમ
ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી થયેલી આફતમાં નાશ પામેલા ધરાલી ગામને તે જગ્યાએ ફરીથી વસાવવુ શક્ય નથી. સોમવારે મુખ્યમંત્રી ગૃહમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ધરાલી ગામને સુરક્ષિત સ્થળે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નદી કિનારે અને ભૂસ્ખલન થવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં કોઈ નવું બાંધકામ થશે નહીં. આવા સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા રાજ્યના કેટલાક અન્ય ગામોને પણ સ્થળાંતરિત કરાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા 10 વર્ષમાં, ધરાલી વિસ્તારમાં ત્રણ આફતો આવી છે. ગામ ત્રણ વખત નાશ પામ્યું હતું, પરંતુ દરેક વખતે સ્થાનિક લોકોએ ત્યાં નવી ઇમારતો બનાવી હતી. હાલમાં, આપત્તિના 7 દિવસ પછી પણ, ધરાલી ગામ લાખો ટન કાટમાળ નીચે દટાયેલું છે.
5 ઓગસ્ટના રોજ બપોરે ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. ખીર ગંગા નદીમાં આવેલા પૂરને કારણે ધરાલી ગામ 34 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયું હતું. સરકારે સોમવારે જણાવ્યું હતું કે કુલ 43 લોકો ગુમ છે. જેમાંથી માત્ર એક જ મૃતદેહ મળ્યો છે.
આ અંગે મળતી વિગતો મુજબ ધરાલીના વિસ્થાપન માટે સ્થાનિક લોકો સાથે ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો ઇચ્છે છે કે તેઓ 8 થી 12 કિમી દૂર લંકા, કોપાંગ અથવા જંગલામાં સ્થાયી થાય.
સ્થાનિક લોકોએ કહ્યું- 60થી વધુ લોકો ગુમ છે પહેલા દિવસે સરકારે 4 લોકોના મોત અને 30 લોકોના ગુમ થવાની પુષ્ટિ કરી હતી.