12, માર્ચ 2021
792 |
ટોક્યો
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને ચીને ટોક્યો અને બેઇજિંગ ઓલિમ્પિકની તૈયારી કરી રહેલા ખેલાડીઓ અને ટીમોના રસીકરણ માટે કરાર કર્યો છે. આઈઓસીની ઓનલાઇન બેઠક દરમિયાન ગુરુવારે ચીની ઓલિમ્પિક સમિતિ સાથેના કરારની ઘોષણા કરવામાં આવી હતી. આઈઓસીના પ્રમુખ થોમસ બાકે કહ્યું અમે આ માટે આભારી છીએ." આ એકતાની ઓલિમ્પિક ભાવના સાથે અનુરૂપ છે. તેમણે કહ્યું કે આઇઓસી રસીની વધારાના 'ડોઝ' માટે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સ્પર્ધકોને ચૂકવણી કરશે. ટોક્યો ઓલિમ્પિક્સની નજીક હોવા છતાં જાપાનમાં રસીકરણની ગતિ ધીમી છે. જાપાનમાં ફેબ્રુઆરીમાં રસીકરણ શરૂ થયું. ટોક્યો ઓલિમ્પિક્સ ૨૩ જુલાઈથી અને બેઇજિંગ વિન્ટર ગેમ્સ ફેબ્રુઆરી ૨૦૨૨ માં યોજાનાર છે.