વડોદરા: 31 ડિસેમ્બર ની પાર્ટીમાં ખેલાયો ખુની ખેલ, યુવકની હત્યાથી ચકચાર
01, જાન્યુઆરી 2021

વડોદરા-

વડોદરા જીલ્લાના પાદરા ખાતે ગત્ત રાત્રીના સમયે અને 31 ડિસેમ્બર ની પાર્ટીમાં વડોદરા ના યુવક ની હત્યા કરાઈ હોવાનું ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરના નવાપુરા વિસ્તારના વણકરવાસ વિસ્તાર મા રહેતા હિતેશ પરમાર ની હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પાદરા તાલુકાના ઘાયજ ગામ પાસે ખેતર મા તબેલાં પાશે પાર્ટી કરતા સમય દરમ્યાન આ ઘટના ઘટી હતી જેમાં 31 ડિસેમ્બરને લઈને યુવકો દ્વારા દારૂની પાર્ટી કરવા માટે યુવકો એકત્રીત થયા હતા અને આ ખુની ખેલ ખેલાયો હતો જોકે આ સમગ્ર મામલે કયા કારણોસર યુવકની હત્યા કરવામાં આવી તે હજુ જાણી શકાયુ નથી હાલ આ મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે ને 31 ડિસેમ્બર ની પાર્ટીમાં શામિલ તમામ 9 યુવકો ની ધરપકડ કરી પૂછ પરછ હાથ ધરવામાં આવી છે. જોકે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવકો વડોદરાવ શહેરના ગોરવા વિસ્તાર સહિત અલગ અલગ વિસ્તારના હોવાનુ બહાર આવ્યુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution