વડોદરા: મોટી બહેન કોઈને કીધા વગર જતી રહેતા નાની બહેને ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી 
03, માર્ચ 2021

વડોદરા-

વર્ષો પહેલા માતાનું મૃત્યુ થઈ જતા બે બહેનોએ મામાના ઘરમાં આશરો લીધો હતો, બંને બહેનોમાં મોટી બહેન સાહિસ્તા નાં લગ્ન થઈ ગયેલા હતા, હાલમાં જ તેને લેવા માટે સાસરીયાઓ લગભગ 10 દિવસ પછી આવવાના હતા ત્યારે, મોટી બહેન મામા જ્યારે નોકરીએ ગયા ત્યારે સાહિસ્તા ઘરમાં કોઈને કીધા વગર પહેરેલા કપડે ઘર છોડીને ચાલી નીકળી હતી, જ્યારે તેની મામીને જાણ થઈ ત્યારે તેણીએ સાહીસ્તાને શોધવા અનેક પ્રયાસ કર્યા પરંતુ કોઈ ભાળ મળી નહોતી, જ્યારે નાની બહેનને મોટી બહેન ઘર છોડીએ ચાલી ગયાની જાણ થઈ ત્યારે તે પણ એકદમ ચિંતામાં સરી પડી હતી અને પછી મામીને કહ્યું કે મારું માથું બહુ જ દુખે છે તેથી હું મારા રૂમમાં જઈને આરામ કરું છુ તેમ કહીને પહેલા માળે પોતાના રૂમમાં જઇને પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે મામી, નાની બહેનને જોવા ઉપરના માળે ગયા ત્યારે નાની બહેનને પાંખે લટકતી જોઇને બુમાબુમ કરીને ઘરા લોકોને અને આજુબાજુના લોકોને પણ જાણ કરી હતી, લોકોએ આવીને તરત જે.પી.રોડ પોલીસને આત્મહત્યા થયાની જાણ કરી હતી. પોલીસે તરત ઘટના સ્થળે આવીને નાની બહેનનો મૃતદેહ નીચે ઉતારીને તરત પીએમ માટે મોકલી આપીને આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી દીધી છે, અને મોટી બહેન સાહીસ્તાને શોધવા માટે તપાસ શરુ કરી દીધી છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution