વડોદરા-

વડોદરા સામૂહિક આપઘાત કેસમાં ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે.પહેલા તો હોસ્પિટલમાં સારવાર પછી ભાનમાં આવ્યા બાદ ગુસ્સામાં પુત્રવધુ પોતાના જ ગાલ પર લાફા માર્યા હતા, તેમજ સાસુને પણ હોસ્પિટલના સ્ટાફ પર ગુસ્સો કર્યા હોવાનું અને પોતાનો તનાવ બહાર કાઢ્યો હોવાનો સામે આવ્યું હતું.જ્યારે પોલીસ તપાસ દરમિયાન વડોદરા સામુહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું હતું,અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે આર્થિક તંગીના કારણે આ પરિવારે આ પગલું ભર્યું હશે, પરંતુ ભાવિન સોનીનાં નિવેદન નોંધ્યા બાદ કેસમાં નવો વળાંક આવ્યો હતો.

આર્થિક તંગીથી કંટાળી અને પરિવાર કેટલાક જ્યોતિષીઓના ચક્કરમાં ફસાયો હતો, અને આ જ્યોતિષીઓએ તેમની મુસીબતનો ફાયદો ઉઠાવીને નાણાં ખંખેરી લીધા હોવાનું સામે આવ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પરિવાર આર્થિક તંગીના કારણે અંધશ્રદ્ધા અને જ્યોતિષીઓનાં ચક્કરમાં ફસાયો હતો. જુદા-જુદા જ્યોતિષીઓએ પરિવાર પાસેથી ૩૨ લાખ ખંખેર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.ભાવિન પાસેથી નિવેદન મેળવ્યા બાદ અમદાવાદ-વડોદરાનાં ૯ જ્યોતિષીઓ સામે પોલીસે સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો, કે તેઓએ આ પરિવારનેસંકળામણમાંથી બહાર કાઢવાનાં નામે નાણાં ખંખેર્યા હતા.

આ અગાઉ સોસાયટીના રહીશો તરફથી જાણવા મળતી વિગતો મુજબ નરેન્દ્ર સોનીના ૨ માળના મકાનનો તાજેતરમાં અશોક ગજ્જર નામના વ્યક્તિ સાથે સોદો થયો હતો અને ૧ મહિનાથી અશોક ગજ્જર અવાર નવાર મકાનમાં આવતા પણ હતા. જાે કે આ મકાન પર નરેન્દ્ર સોનીએ લીધેલી લોનબાકી હોવાથી મકાનનો દસ્તાવેજ થઇ શકયો ન હતો જેથી પણ તેઓ ટેન્શનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું .મધ્યમવર્ગના સોની પરિવારે કેમ આવું પગલું ભર્યું તેની પોલીસે તપાસ શરુ કરી હતી.આ તપાસના તાર જ્યોતિષીઓ સુધી પહોંચ્યા હતા.