સ્વચ્છતાના મામલે વડોદરા પાલિકાનો દેશમાં ૮મો ક્રમાંક
21, નવેમ્બર 2021 198   |  

વડોદરા, તા.૨૦

દેશમાં સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત એસેસમેન્ટમાં શહેરને ૮મો ક્રમાંક મળ્યો છે. શહેરને ગાર્બેજ ફ્રી સિટીમાં ત્રણ સ્ટાર રેટિંગ પણ પ્રાપ્ત થયા છે. એક તરફ શહેરમાં ઠેરઠેર ગંદકી અને કચરાના ઢગ જાેવા મળી રહ્યા છે એવા સમયે પાલિકાની સ્વચ્છ શહેર તરીકે ૮મો ક્રમાંક પ્રાપ્ત થયો છે. દિલ્હી ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં મેયર અને મ્યુનિ. કમિશનરને આ અંગેનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત એસેસમેન્ટ માટે અલગ અલગ પેરામીટરમાં કુલ છ હજાર માર્ક નક્કી કરવામાં અવ્યા હતા, જેમાં મુખ્ય પેરામીટર સર્વિસ લેવો પ્રોગ્રેસ અન્વયે વેસ્ટ કલેકશન, પ્રોસેસિંગ અને ડિસ્પોઝલ અને સસ્ટેનેબલ સેનિટેશન, ગાર્બેજ ફ્રી સિટી ઓડી એફ પ્લસ પ્લસ કલેકશન સિટિઝન ફિડબેક, સ્વચ્છતા એપનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા થર્ટ પાર્ટી ઈન્સ્પેકશન દ્વારા ૧ માર્ચથી ર૮ માર્ચ ૨૧ દરમિયાન ઓનસાઈટ સર્વે કરવામાં આવ્યો હતો. મેયર કેયુર રોકડિયાએ શહેરને સ્વચ્છ સર્વેક્ષણમાં દેશમાં ૮મો ક્રમાંક અને ગાર્બેજ ફ્રી સિટીમાં ત્રણ સ્ટાર રેટિંગ અંગે જણાવ્યું હતું કે, હું શહેરીજનોનો આભાર માનું છું, જનતાની જાગરૂકતા અને સહકારના કારણે આ સફળતા પ્રાપ્ત થયેલ છે. પાલિકાની ટીમ દ્વારા શહેરને સ્વચ્છ રાખવા અનેક કાર્યો કરવામાં આવ્યા હતા, તેથી પાલિકાની ટીમનો પણ આભાર માન્યો હતો. સ્વચ્છતાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે પણ વડોદરા શહેરની જનતા અને પાલિકાનો આભાર માન્યો હતો. શહેરના નાગરિકોનો સાથ-સહકાર અને પાલિકાના પ્રયત્નોથી છ હજારમાંથી ૪૭૪૭ માર્કસ મેળવી ૮મું સ્થાન મળ્યું છે. રાજ્યના અન્ય શહેરો જેવા કે સુરતનો બીજાે, અમદાવાદનો ૧૦મો, રાજકોટને ૧૧મું સ્થાન મળ્યું છે. ર૦ર૦માં શહેરનું સ્થાન ૧૦મું હતું જે બે ડગલાં આગળ વધી ૮મું થયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution