વડોદરા-
શહેરના છાણી વિસ્તારમાં રહેતી પરિણીતાના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી પરિવાર વિશે અભદ્ર ટીપ્પણી કરાતાં સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
છાણી વિસ્તારમાં રહેતી કાજલે પોલીસે કહ્યું હતું કે તા. 23મી ફેબ્રુઆરીએ હું જોબ પર હતી ત્યારે મારા માસાએ મારા નામનું બોગસ એકાઉન્ટ ખૂલ્યું હોવાની જાણ કરી હતી. આ બાબતે તપાસ કરતા કાજલ કડી ઉપાધ્યાય નામની વ્યક્તિએ મારા નામે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાની વિગત જાણવા મળી હતી. બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવનાર ભેજાબાજે મારા તેમજ મારા પરિવારના ફોટા મુક્યા હતા તેમજ તેની સાથે અભદ્ર ટીપ્પણી પણ કરી હતી. આમ મારુ બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલીને મને તેમજ મારા પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાઇબર સેલે બોગસ એકાઉન્ટ ખોલાવવું વ્યક્તિના મોબાઈલ નંબર મેળવી લીધા છે અને તેના આધારે તેના સુધી પહોંચવા તજવીજ કરી છે.