વડોદરા: દુષ્કર્મ બાદ પીડિતાનો ગર્ભપાત કરાવનારા આરોપીની પોલીસે કરી ધરપકડ

વડોદરા-

શહેરની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભપાત કરાવનારા રીક્ષાચાલક તોસીફ કાજીની જે.પી.રોડ પોલીસે અટકાયત કરી છે. અટકાયત કર્યા બાદ આરોપીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. ટ્યૂશન ક્લાસ દરમિયાન પીડિતા આરોપીના સંપર્કમાં આવીઆ અંગે માહિતી આપતા ACP મેઘા તેવારે જણાવ્યું હતું કે, આ કિસ્સામાં ભોગ બનેલી પીડિતા હાલ 20 વર્ષની છે. આ પીડિતા 17 વર્ષની હતી, ત્યારે શહેરના એક વિસ્તારમાં ખાનગી ટ્યૂશન ક્લાસ કરતી હતી. આ દરમિયાન પીડિતા આરોપી રીક્ષાચાલક તોસિફ મોહમ્મદના સંપર્કમાં આવી હતી. જેથી આરોપીએ પીડિતાને પ્રેમજાળમાં ફસાવી હતી અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે યુવતી ગર્ભવતી બની હતી. ફરિયાદમાં થયેલા આક્ષેપ પ્રમાણે આરોપી તોસિફે દવા ખવડાવીને ગર્ભપાત કરાવ્યો હતો. પીડિતાની સગાઇ નક્કી થઇ ગઈ હતી, ત્યારે પણ આરોપીએ પીડિતાના મંગેતરના ઘરે યુવતી સાથેના સંબંધો જાહેર કરીને સંબંધ તોડાવ્યો હતો. આ ઉપરાંત બીજે લગ્ન કરવા પર ફોટોગ્રાફ અને વીડિયો વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી. ભોગ બનનારી પીડિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી તોસિફ મોહમ્મદ કાજીની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કર્યા બાદ આરોપીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આરોપી રીક્ષાચાલકે સગીર વયની વિધાર્થિની વર્ષ 2017માં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી તે વખતે લગ્નની લાલચ આપી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે પોસ્કો, દુષ્કર્મ સહિતની આઈપીસી કલમ હેઠળ વિધર્મી યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution