વડોદરા: રક્ષક જ બન્યા ભક્ષક, પોલીસે મુંબઇના કન્સલ્ટન્ટને લૂંટયો અને પછી..
28, ડિસેમ્બર 2020

વડોદરા-

વડોદરામાં પોલીસે મુંબઇના કન્સલ્ટન્ટને લૂંટતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ કમિશનર આર. બી બ્રહ્મભટ્ટના કડક પગલાથી લાંચિયા પોલીસ જવાનોમાં ફફડાટ વ્યાપ્યો છે.

મળતી માહિતી મુજબ મુંબઈના ભાડુપમાં રહેતા અમિત કુમાર અરુણ કુમારે પોલીસને જણાવ્યું કે, ગત્ત 12મી નવેમ્બર મારી કાર લઇને એકલો ઉદેપુર જવા માટે બપોરે ત્રણ કલાકે નીકળ્યો હતો. મોડી રાત્રે બે કલાકે મારી ગાડીને રોકવામાં આવી અને ગાડી તપાસ કરતા ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી. બે વ્યક્તિઓએ પોલીસનો યુનિફોર્મ પહેરેલો વ્યક્તિને ગલ્સર સાહેબ કરીને બોલાવ્યા હતા અને પોલીસને કહ્યું કે, આમને પોલીસ સ્ટેશન લઇ લો જેથી પોલીસે સ્કોર્પિયો કારમાં બેઠા હતા અને ખાનગી ડ્રેસવાળો વ્યક્તિ મારી સાથે કારમાં બેઠો હતો. 

આમાંથી બચવું હોય તો વીસ હજાર રૂપિયા આપવા પડશે મારા પર પણ એટલા બધા રૂપિયા ના હોવાથી પોલીસવાળાએ કહ્યું કે, તમે એટીએમમાંથી કાઢી આપો તો મને કાઢવા વેપારી એટલે સેન્ટર લઈ ગયા તેમાંથી 10 હજાર રૂપિયા આવ્યા ત્યારબાદ એક પેટ્રોલ પંપ પર લઈ ગયા જ્યાં કાર પાર્ક કરીને હજાર રૂપિયા ચૂકવ્યા હતા ત્યારબાદ મને જવા દીધો હતો. કારમાં દારૂની બોટલો પાડી લીધી હતી અને ઉદેપુર ગયા બાદ ગાડીનો સામાન ચેક કરતાં તેમાંથી ગૂગલનો ફોન અને એપલ કંપનીની વોચ પણ લૂંટી લીધી હતી. મેં આ અંગે પોલીસ વાળાને કોલ કરતા તેમણે આ બધી વસ્તુ લીધી હોવાનું સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. મુંબઈ આવીને આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. આ અરજીની તપાસ એસીપી એસ બી કુપાવતને સોંપવામાં આવી હતી. જે દરમિયાન પુરાવા મળતા તે અંગે પોલીસ કમિશનરને રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ માટે પોલીસ કોન્સ્ટેબલ આર.એસ પલ્સર અને તેના સાગરિતો વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે કોન્સ્ટેબલને પકડી લઈ કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો છે. પોલીસે તેના ત્રણ સાગરીતોની ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી છે. પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટના કડક પગલાંથી લાંચિયા પોલીસ જવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution