12, ઓગ્સ્ટ 2025
વડોદરા |
2871 |
૫૪ વિદ્યાર્થીએ ઇન્ટરમિડિએટ અને ૧૮એ સીએમએએસ ફાઇનલ પૂર્ણ કર્યું
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટસ (ની ઇન્ટરમિડિએટ અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાની વિદ્યાર્થિનીએ ઇન્ટરમિડિએટમાં ઓલ ઇન્ડિયા રેન્કમાં ૨૧મુ અને શહેરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ધી ઇન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતુ. ઇન્ટરમિડિએટ પરીક્ષામાં ગુ્પ-૧માં ૨૩ અને ગુ્પ-૨માં ૭૦ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. બંને ગુ્પની પરીક્ષામાં ૧૫ વિદ્યાર્થી સફળ રહ્યા હતા. જ્યારે વડોદરા માંથી કુલ ૫૪ વિદ્યાર્થીએ ઇન્ટરમિડિએટ પૂર્ણ કર્યું છે.
વડોદરાની વિદ્યાર્થિની નિયતિ વિકાસભાઇ ખંડેલવાલે ૫૬૯ માકર્સ પ્રાપ્ત કરી વડોદરામાં ઇન્ટરમિડિએટમાં પ્રથમ અને ઓલ ઇન્ડિયા રેન્ક ૨૧મો પ્રાપ્ત કર્યો હતો. દિવ્યાની વસંતભાઇ સોલંકી ૪૭૧ માકર્સ સાથે શહેરમાં દ્વિતીયક્રમે અને અથર્વ નંદકુમાર જાદવે ૪૪૨ માકર્સ સાથે તૃતીય નંબર મેળવ્યો હતો. જ્યારે ફાઇનલ પરીક્ષામાં ગુ્રપ ત્રણમાં ૨૩ અને ગુ્રપ ૪માં ૬ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બંને ગુ્રપમાં ત્રણ વિદ્યાર્થી સફળ રહ્યા હતા. ફાઇનલ પરીક્ષામાં ૧૮ વિદ્યાર્થી પાસ થઇ શક્યા હતા. ફાઇનલ પરીક્ષામાં તાહેર મોઇયુદિન કાયદાવાલાએ ૪૫૩ માકર્સ સાથે શહેરમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે હની નરેશભાઇ ચંદનાણીએ ૪૩૭ માકર્સ સાથે બીજો નંબર અને મિહિર ઇન્દ્રવદન પટેલે ૩૫૦ માકર્સ સાથે ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.