વડોદરા: કુખ્યાત બુટલેગરને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો

વડોદરા-

શહેર અને જિલ્લા પોલીસને નાકે દમ લાવી દેનારો કુખ્યાત બૂટલેગર અને લાલ ડાયરી ફેમ વિક્રમ ચાવડાને અંતે જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડયો છે. જિલ્લાના અંતરિયાળ ગામમાં રહી શહેર અને જિલ્લામાં વિદેશી દારૂનો ધંધો કરતો વિક્રમ ચાવડાના નામે શહેર જિલ્લામાં અનેક ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂકયા છે. દારૂના ધંધાની કમાણીથી તેણે જમીનો અને મકાનો મોટી માત્રામાં ખરીદ્યા હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. તાજેતરમાં રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ હાથ ધરી હતી. જે અંતર્ગત જિલ્લા એલસીબી પીઆઈ ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળની ટીમે વિક્રમ ચાવડાને એના વૈકુંઠ -1 માં આવેલા ગજાનંદ ફલેટના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો. દારૂના ધંધાની મોટી કમાણીથી વિક્રમ ચાવડાએ ભિલોડિયા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં ખરીદેલી બેનામી મિલકતોની પૂરતી તપાસ થાય તો સનસનાટીપૂર્ણ માહિતી બહાર આવી શકે એમ છે. વડોદરા શહેર અને જિલ્લા પોલીસને નાકે દમ લાવી દેનારો કુખ્યાત બૂટલેગર અને લાલ ડાયરી ફેમ વિક્રમ ચાવડાને અંતે જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution