વડોદરા ભડકે બળશે શહેર પ્રભારી વીએચપી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, માર્ચ 2023  |   1287

વડોદરા, તા. ૩૦

આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજીત શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ ઉશ્કેરાયેલા વિશ્વ હિંદુ પરિષદના શહેર પ્રભારી રોહનકુમાર શાહે અત્યંત ગુસ્સામાં પોલીસને ખરીખોટી સુણાવી એક કોમના લોકો પાસેથી ચિકન બિરયાનીની જ્યાફતો ઉડાવી તેમના તરફ કુણું વલણ રાખતી હોવાનો આક્ષેપ કરી પોલીસના ચહેરા પરથી નકાબ ઉતારી લીધો હતો એટલું જ નહીં આ બનાવમાં અમારો કોઈ વાંક નથી જાે અમારા એકપણ કાર્યકર સામે પગલાં લેવાશે તો આખુ વડોગરા ભડકે બળશે એવી ખુલ્લી ધમકી આપતા સમગ્ર શહેરમાં એ બાબત ચર્ચાનો વિષય બની છે. રોહનકુમાર શાહે વધુમાં જણાવ્યું હતુ કે પાંજરીગર મહોલ્લામાં અમારી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે એક કોમે અમારા ઉપર ધાબા પરથી પથ્થર ફેક્યા હતા. અમારી ગાડીઓને પણ નુસશાન થયુ છે. અને પોલીસે એક પણ ધાબા પોઈન્ટ નથી રાખ્યો.આમ કહી તેમણે ઉમેર્‌યું હતું કે વિશ્વ હિન્દુ પરીષદના એકપણ કાર્યકર્તાની ધરપકડ થઇ તો યાદ રાખજાે અમારો કોઇ વાંક નથી. આ પાકિસ્તાન નથી પાકિસ્તાન નથી આ ભારત છે હિન્દુઓનુ ભારત છે. પોલીસની હાજરીમાં પોલીસને કહેવા માંગુ છું કર્ણાવતીમાં તમારી પોલીસને દોડાવી દોડાવીને મારી હતી ભુલશો નહી. મટણ બિરયાણી, ચીકણ બિરયાણી આ વ્યવહાર બંધ કરીદો. એમનું ખાવાનું બંધ કરો. જાે મારા એક પણ કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી તો આખુ વડોદરા ભડકે બળશે એવી ખુલ્લી ચીમકી મીડીયા સમક્ષ ઉચ્ચારતા ખુદ પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી.

તોફાનીઓને શોધવા પોલીસે રાત્રે ફ્લેર્સ છોડતા તોફાનીઓમાં ફફડાટ

શ્રી રામની શોભાયાત્રા ઉપર કેટલાક કટ્ટરવાદીઓએ પથ્થર મારો કરવામાં આવ્યો હતો. જેમા પોલીસે રાત્રની સામયે ફતેપુરા, યાકુતપુરા વિસ્તારમાં આગાસીઓમાં આશરો લેતા તોફાનીઓને શોધવા ફલેર્સ છોડતા તોફાનીઓમાં ફફડાટ જાેવા મળ્યો હતો. એક તબક્કે હવે પોલીસ તોફાનીઓને ડામવામાં કોઇ કસર નહી રાખે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution