વાપી: 16 કિલો ગાંજા સાથે 4 ઇસમોની ધરપકડ, SOG એ મુદ્દામાલ જપ્ત કર્યો

દમણ-

ઓરીસ્સાથી ગુજરાતના વાપી ખાતે કારમાં ચોરખાના બનાવી ગાંજા લાવતા 4 ઇસમોની SOGએ ધરપકડ કરી હતી. SOGની ટીમે ઇનોવા કારમાં ચકાસણી કરતા તેમાં બનાવેલ ચોરખાનામાંથી 16.241 કિલો ગ્રામ ગાંજો જેની કિંમત 1,62,410 રૂપિયા હતી. પકડાયેલા 4 આરોપી પાસેથી મોબાઈલના અને રોકડા મળી 16,800 રૂપિયા સાથે કુલ 11,79,210 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસની આગળની તપાસ વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપાઇ હતી. SOG ની ટીમે કાર સાથે પકડાયેલા 4 આરોપી પાસેથી 4 મોબાઇલ રૂપિયા.8,000, તથા રોકડા રૂપિયા.8,800 અને કારની રૂપિયા 10,00,000 ગણી કુલ રૂપિયા 11,79,210 નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપાઇ હતી. SOGએ ઇનોવા કારમાં ગાંજા સાથે આરોપી શરીફ મોહંમદ સલીમ શેખ, અબ્દુલ રહેમાન જબ્બાર ખલીફા, મુરલીધર ઉર્ફે પપ્પુ દેવરાજ શેટ્ટી અને પ્રફુલ્લા ઉર્ફે પરૂ સનીયા શેટ્ટીની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લામાં વર્ષ 2016થી ગાંજાની ગેરકાયદેસર હેરાફેરીમાં કુખ્યાત 2 ઈસમો સહિત કુલ 4 ઇસમોને 16 કિલો ગાંજા સાથે વાપીમાં SOGની ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગાંજાનો જથ્થો આરોપીઓ ઓરિસ્સાથી વાપીમાં લાવ્યા હતાં. જે માટે ઇનોવા કારમાં ખાસ ચોરખાના બનાવ્યા હતાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution