વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વધારો થતા સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગામોમાં આજુબાજુમાં અનેક સોસાયટી અને ફ્લેટો બંધાઈ ગયા છે.આ વિસ્તારમાં ડ્રેનેજની કોઈપણ જાતની સુવિધા નહીં હોવાથી વાસણા-ભાયલી જવાના મુખ્ય રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા.જેથી કરોડોના બંગલો કે ફ્લેટ ખરીદનારા રહીશો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ રસ્તા ઉપરથી વાહન ચાલકો પસાર થતાં અધવચ્ચે વાહનો બંધ પડી જવાના પણ કિસ્સાઓ બન્યા હતા.સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા હતા કે માત્ર રસ્તા બનાવી દેવામાં આવ્યા છે પરંતુ આ વિસ્તારમાં વરસાદી ગટર તેમજ ડ્રેનેજની કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી જેથી સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે.