દિલ્હી-

ગાંધી પરીવારના વફાદાર કોંગ્રેસી કાર્યકરોમાંના એક અને પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીના મિત્રો પૈકીના એક મનાતા પીઢ કોંગી નેતા કેપ્ટન સતીશ શર્માનું લાંબી બિમારી બાદ ગોવા ખાતે 73 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ક્યારેક કેન્દ્રિય પ્રધાન રહી ચૂક્યા હતા તેમજ લોકસભા અને રાજ્યસભા એમ બંનેમાં સાંસદ પણ રહી ચૂક્યા હતા. સમગ્ર કોંગ્રેસ પર પકડ ધરાવતા ગાંધી પરીવારની નજીકના હોવાને પગલે ક્યારેક તેમને સત્તાનું કેન્દ્ર મનાતા હતા અને તેમના નિધન પર વરીષ્ઠ અને યુવા સૌ કોંગી નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. 

ગાંધી પરીવાર પ્રત્યેની તેમની વફાદારીનું પ્રમાણ આપતાં રાજીવ ગાંધીના નિધન બાદ તેઓ અમેઠીથી ચૂંટણી લડ્યા હતા અને પેટ્રોલિયમ પ્રધાન બન્યા હતા. જો કે, તેમના દ્વારા ફાળવવામાં આવેલા પેટ્રોલ પંપો બાબતે ભારે વિવાદ પણ થયો હતો. અમેઠીથી સંજય સિંઘ સામે હાર્યા બાદ તેમણે રાયબરેલીથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.