ગાંધીનગર-

શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવાના પ્રયત્ન પછી પાર્ટીની થોભો અને રાહ જૂઓની નીતિ ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસ દિલ્લી હાઈકમાન્ડની સલાહ લઈ રહી છે. શંકરસિંહ વાઘેલા વિશે સલાહ લેવા રાહુલ ગાંધીનો ગુજરાત કોંગ્રેસે સમય માગ્યો છે. દિલ્લીથી ઈશારો થશે તો જ શંકરસિંહની કોંગ્રેસમાં એન્ટ્રી થશે. હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહને મધ્યસ્થી રાખીને શંકરસિંહ વાઘેલાના પ્રયત્નો હાલ ચાલુ છે. ગુજરાત કોંગ્રેસના 2 મોટા નેતાઓ શંકરસિંહની કોંગ્રેસમાં એન્ટ્રીનો વિરોધ કરી રહ્યાં છે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા 1998થી કોંગ્રેસ પક્ષ જોડે જોડાયા હતા અને વર્ષ 2017સુધી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જ રહ્યા હતા. આ દરમિયાન તેઓએ વર્ષ 2004થી વર્ષ 2009 સુધી કેન્દ્રીય ટેક્સટાઈલ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. જ્યારે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી પહેલાં જ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસનો સાથ છોડીને પોતાના જન વિકલ્પ મોરચાની શરૂઆત કરી હતી. જ્યારે હવે ફરીથી ત્રણ વર્ષ બાદ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માં જોડાવાની તૈયારીઓ દાખવી છે.ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડવાની તૈયારી કરી રહ્યા છે. હવે અંતિમ નિર્ણય કોંગ્રેસના હાઈકમાન્ડ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી લેશે. જેની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં થશે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઈ ગયા છે ત્યારે રાજ્યમાં રાજકારણના સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે. દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ગમે તે ઘડીએ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવા સમાચાર આવી રહ્યાં છે.