ગુજરાતમાં મતદાન પહેલા જ જીત! ભાજપની બિનહરીફ સ્ટ્રેટેજી કે લોકશાહી પર સવાલ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026  |   2277

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીતતા રાજકીય ગરમાવો વધ્યો છે. મહેસાણા, બનાસકાંઠા અને નવસારી સહિતના વિસ્તારોમાં વિપક્ષના ઉમેદવારોના ફોર્મ રદ થવા, ટેકેદારો પાછા ફરવા અને ઉમેદવારો ગાયબ થવાના બનાવો સામે આવ્યા છે.

વિપક્ષ દ્વારા સત્તાના દુરુપયોગના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે ભાજપ આને જનવિશ્વાસ અને વિકાસનો પરિણામ ગણાવી રહ્યું છે. આ પરિસ્થિતિને લઈને લોકશાહી પ્રક્રિયા અને મતદારોના અધિકારો પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution