ગાંધીનગર-
પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા ભાજપમાં આનંદ છવાયો છે. ગાંધીનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમ પર વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમાં ભાજપના કાર્યલય પર કાર્યકર્તાઓએ વિજય મનાવ્યો. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યલય કમલમ્ પર જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો. મહાપાલિકા બાદ પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે જે રીતે કેસરીયો લહેરાવી દીધો છે અને મોટા ભાગની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા મહાપાલિકાઓમાં ભાજપ સત્તા પર આવશે તે નિશ્ર્ચિત બન્યુ છે. તેથી આ ભવ્ય વિજયની ઉજવણી કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહી જીતની ખુશીનો વિજયોત્સવ મનાવ્યો હતો.
Loading ...