દિલ્હી-

આખા વિશ્વના લોકો તેમના ફાયદા માટે બીજા માનવીના જીવનને દાવ પર લગાવી રહ્યા છે. આ મામલો દક્ષિણપૂર્વ એશિયન દેશ વિયેટનામનો છે. પોલીસે અહીં 324,000 વપરાયેલ કોન્ડોમ પકડ્યા છે. આ કોન્ડોમ પાણીમાં ધોવા અને નવા કોન્ડોમ તરીકે વેચવાના હતા. આ કોન્ડોમ દેશના દક્ષિણ પ્રાંત બિન્હ ડૂંગના એક વેરહાઉસમાં એક ડઝન બેગમાં સંગ્રહિત હતા.

વિયેટનામની સરકારી ટીવી ચેનલ વીટીવીના રિપોર્ટ અનુસાર, કોન્ડોમથી ભરેલી આ બેગનું વજન આશરે 360 કિલો છે. આ વેરહાઉસના માલિકે જણાવ્યું હતું કે તે દર મહિને કોઈ અજાણ્યા શખ્સ પાસેથી  વપરાયેલા કોન્ડોમની થેલી મળતી હતી . પોલીસ દરોડા દરમિયાન અટકાયત કરવામાં આવેલી એક મહિલાએ જણાવ્યું કે આ વપરાયેલ કોન્ડોમ પહેલા ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે. તે પછી તે સૂકવવામાં આવે છે.

મહિલાએ જણાવ્યુ હતુ કે આ કોન્ડોમ ફરીથી લાકડાના પેનિસ પર આકાર આપવામાં આવતો હતો. તે પછી કોન્ડોમ પેકેટમાં ભરીને વેચાય છે. ટીવી ચેનલે કહ્યું કે હજી સુધી સ્પષ્ટ નથી થયું કે કેટલા વપરાયેલા કોન્ડોમ ફરીથી વેચાયા છે. મહિલાએ કહ્યું કે તે કોન્ડોમ કિલોના હિસાબે બનાવતી હતી અને એને તે મુજબ પૈસા મેળવતા હતા.