જન્માષ્ટમી સહિતના તહેવારોમાં  રાજકોટ એસટી વિભાગ દ્વારા ૫૦ વધારાની બસ દોડાવાશે
09, ઓગ્સ્ટ 2025 વડોદરા   |   1881   |  

તહેવારો માટે તકેદારી

 રક્ષાબંધન અને જન્માષ્ટમીના મહત્ત્વપૂર્ણ તહેવારોમાં મુસાફરોને કોઈ હાલાકી ના પડે તેની અગમચેતી માટે વડોદરા એસટી વિભાગની જેમ  રાજકોટ એસટી વિભાગ દ્વારા જૂદા-જૂદા લાંબા અંતરની દિશાઓમાં ૫૦ વધારાની બસ દોડાવાનું શરુ કર્યું છે.રાજકોટ, મોરબી, જસદણ, ગોંડલ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાંથી સોમનાથ, દ્વારકા અને ઘેલા સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ જવા માટે ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, અંબાજી, જામનગર, જૂનાગઢ સહિતના રૂટ પર ST નિગમ 50 એક્સ્ટ્રા બસ દોડાવશે.દર વર્ષે તહેવારોમાં એસ.ટી. નિગમ યાત્રિકોના ટ્રાફિકને પહોંચી વળવા માટે વધારાની બસની વ્યવસ્થા કરતું હોય છે, આ વર્ષ પણ જન્માષ્ટમી અને શ્રાવણ માસમાં એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વધારાની બસમાં દેવભૂમિ દ્વારકા રૂટ પર 20 બસ, સોમનાથ જવા માટે 15 બસ, અમદાવાદ જવા માટે 10 બસ અને ઘેલા સોમનાથ જવા માટે 5 બસનો સમાવેશ થાય છે.

 આ એક્સ્ટ્રા બસ શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળોએ ઊમટી પડતાં શ્રદ્ધાળુઓ માટે પરિવહનને વધુ સરળ અને સુલભ બનાવશે. આ વ્યવસ્થાથી યાત્રાળુઓને મુસાફરીમાં પડતી અગવડતામાં ઘટાડો થશે અને તેઓ સરળતાથી ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે.એમ એસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution