રાવપુરા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂર્વ મેયર અને પૂર્વ સાંસદ બાળકૃષ્ણ શુક્લના સમર્થનમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભવ્ય વિજય સંકલ્પ રેલી છાણી ગામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યૂથી યોજાઈ હતી. જેમાં ટુ વ્હીલર સાથે મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો જાેડાયા હતા. ભગવો ખેસ અને ટોપી પહેરીને અસંખ્ય કાર્યકરો, અગ્રણીઓ રેલીમાં જાેડાયા હતા. ઢોલનગારાં, ડી.જે. સાથે નીકળેલી વિજય સંકલ્પ રેલીમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, કાઉન્સિલરો, ભાજપના આગેવાનો પણ રેલીમાં મોટી સંખ્યામાં જાેડાયા હતા. રેલી છાણી, સમા, કારેલીબાગ, નાગરવાડા, સલાટવાડા, ટાવર, ન્યાયમંદિર, માંડવી, ગેંડીગેટ, ચોખંડી, પ્રતાપનગર સહિત વિવિધ વિસ્તારમાં ફરીને ગુરુકુળ ચાર રસ્તા પાસે પૂર્ણ થઈ હતી.