સયાજીગંજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાના સમર્થનમાં વિજય વિશ્વાસ રેલી યોજાઈ હતી. આ રેલીમાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયા, આ વિસ્તારના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ પ્રમુખો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જાેડાયા હતા. ડી.જે. સાથે નીકળેલી આ રેલી સયાજીગંજ વિધાનસભાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતાં ઠેર ઠેર સ્વાગત કરીને આવકારવામાં આવી હતી. ગોરવા વિસ્તારમાંથી શરૂ થયેલી આ રેલીમાં અસંખ્ય ટુ વ્હીલર સાથે કાર્યકરો જાેડાયા હતા અને ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.