રંગ માં  ભંગ: લગ્ન બાદ પરત આવી રહેલા જાનૈયા અને પોલીસે વચ્ચે મારામારીનો વીડિયો વાઇરલ
13, ડિસેમ્બર 2020

અમદાવાદ-

એક તરફ લગ્નની સિઝન ચાલુ છે, ત્યારે રાત્રિ કરફ્યૂ પણ યથાવત છે. તેવામાં રાત્રિ કરફ્યૂ દરમિયાન પોલીસ દ્વારા કરફ્યૂનું પાલન કરવામાં આવી રહયું છે. વેજલપુરમાં લગ્ન કરીને કેટલાક લોકો પરત આવી રહ્યા હતા અને બુમો પાડીને વાહનના હોર્ન મારી રહ્યા હતા, ત્યારે પોલીસે તેવું કરતા ના પાડી હતી. પોલીસ અને જાનૈયાઓ વચ્ચે મારામારી થઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. રાત્રિ કરફ્યુ શરૂ થયા બાદ વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પર બે એક્ટિવા ચાલક અને બે રિક્ષામાં લોકો સવાર જોર-જોરથી હોર્ન અને ચિચ્યારી બોલાવી રહ્યા હતા. જેથી વેજલપુર પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને લોકોની પોલીસે પૂછપરછ કરી હતી, ત્યારે આ તમામ લોકોએ લગ્નમાંથી આવી રહ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. જોત જોતમાં આ તમામ લોકો ઉશ્કેરાઇ જઈને પોલીસ સાથે ઘર્ષણ શરુ કર્યું હતું. જે દરમિયાન પોલીસ સાથે જાનૈયાઓએ મારામારી કરી હતી. સમગ્ર મામલે પોલીસે કુલ 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં 4 મહિલા અને 7 પુરુષ છે. હાલ પોલીસે 3 આરોપીની અટકાયત પણ કરી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution