અશ્વેત વ્યક્તિના મોત બાદ યુએસમાં હિંસા : ૨૫ શહેરોમાં કર્ફ્યૂ

વોશિંગ્ટન, તા.૩૧

અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જાર્જ ફ્લોયડના મોત અને પોલીસ દ્વારા અન્ય અશ્વેત લોકોની હત્યાના વિરોધમાં દેશના અનેક ભાગોમાં પ્રદર્શન થઈ રહ્યા છે. શનિવારે રાત્રે અનેક શહેરોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. હવે લોસ એન્જિલસ, ફિલેડેલ્ફિયા અને એટલાન્ટા સહિત ૧૬ રાજ્યોના ૨૫ શહેરોમાં ફર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યાંજ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે, અમારી પાસે ખનરનાક કૂતરા અને ઘાતક હથિયાર છે. અમેરિકામાં અત્યાર સુધી ૧૪૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. મિનેસોટમાં ગુરુવાર બપોરથી શનિવારે બપોર સુધી તોફાન, ચોરી અને સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં ૫૧ લોકોની અટકાયત કરવામાં આવી હતી. શુક્રવારે પ્રદર્શનકારીઓ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસની બહાર પર વિરોધ પ્રદર્શન કર્યા હતા. શનિવારે સુરક્ષા અધિકારીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ટ્રમ્પે આ અંગે જણાવ્યું હતું કે, હું અંદર હતો અને પ્રત્યેક ઘટનાને જાઈ રહ્યો હતો. હું સુરક્ષિત અનુભવી રહ્યો હતો. લોકો ભેગા થયા હતા પરંતુ કોઈ પણ ફેન્સ તોડવા માટે નજીક આવ્યો નહતો. મિનિપોલીસની પોલીસે અગાઉ જણાવ્યું હતું કે, છેતરપિંડીના એક કેસમાં તપાસ દરમિયાન આરોપીને કારમાંથી બહાર કાઢવાના આદેશ આપવામાં આવ્યા હતા. બહાર કાઢ્યા બાદ જાર્જ ફ્લોયર્ડે પોલીસ અધિકારી સાથે ધક્કામુક્કી કરી હતી જેના જવાબમમાં અધિકારીઓએ તેને હથકડી લગાવીને જમીન પર પાડી દેવામાં આવ્યો હતો. પોલીસે તેના ગળા પર પગ મૂકી દીધો હતો જેને કારણે તેનું મોત થઈ ગયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution