વિરાટે સચિનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, સૌથી ઝડપી 12000 રન પૂરા કર્યા
02, ડિસેમ્બર 2020 594   |  

કેનબેરા 

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં કેનબરા ખાતે 29 ઓવરમાં 4 વિકેટે 139 રન કર્યા છે. વિરાટ કોહલી 55 રને અને હાર્દિક પંડ્યા 5 રને રમી રહ્યા છે. કોહલીએ પોતાના વનડે કરિયરની 60મી અને ઓસ્ટ્રેલિયા સામે 10મી ફિફટી મારી છે.

• ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

• સચિને 2003માં પોતાની 300મી ઇનિંગ્સમાં પાકિસ્તાન સામે સેન્ચુરીયન ખાતે સૌથી વનડેમાં ઝડપી 12 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

• કોહલીએ આજે કેનબરા ખાતે પોતાની 242મી ઇનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા છે. કોહલીએ સચિન કરતા 58 ઇનિંગ્સ ઓછી રમીને આ માઈલસ્ટોન અચીવ કર્યો છે.

• રિકી પોન્ટિંગ આ સૂચિમાં ત્રીજા સ્થાને છે. તેણે 2009માં પોતાની 314મી ઇનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા હતા.

• વનડેમાં 12 હજાર રન પૂરા કરનાર અન્ય ત્રણ બેટ્સમેન શ્રીલંકાના છે. કુમાર સંગાકારા, સનથ જયસૂર્યા અને મહેલ જયવર્દનેએ અનુક્રમે 336, 379 અને 399 ઇનિંગ્સમાં 12 હજારનો આંક વટાવ્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution