સંસદીય સંરક્ષણ સ્થાયી સમિતિ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનની મુલાકાત
01, મે 2022

જામનગર,સંરક્ષણની સંસદીય સ્થાયી સમિતિએ ૨૮ એપ્રિલ ૨૦૨૨થી ૩૦ એપ્રિલ દરમિયાન જામનગરના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી. સંરક્ષણની સ્થાયી સમિતિના ચેરમેન જુઆલ ઓરમ તેમજ સંસદ સભ્યો સહિતનું પ્રતિનિધિમંડળ, લોકસભા સચિવાલય અને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ પણ આ મુલાકાતમાં જાેડાયા હતા. તેમને આ મુલાકાત દરમિયાન દક્ષિણ પશ્ચિમી એરકમાન્ડની ભૂમિકા અને પરિચાલન પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. આ ટીમે જીઉછઝ્રના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહ સાથે સંવાદ કર્યો હતો. સંસદીય ટીમને બેઝ ખાતેની પરિચાલન તૈયારીઓની માહિતી આપી હતી અને વાયુસેનાના ફાઇટર તેમજ હેલિકોપ્ટરના કાફલાની ક્ષમતાઓનું પ્રદર્શન કરતા એર ઓપરેશન્સના નાના પ્રદર્શનના સાક્ષી બન્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution