ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો: 2 કિલોમીટર ઊંચા ધુમાડાના વાદળો છવાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2020  |   4059

જાકાર્તા-

ઇન્ડોનેશિયામાં એક વર્ષ સુધી શાંત રહ્યા પછી બહુ ચર્ચામાં આવેલો જ્વાળામુખી પર્વત સિનાબંગ ફાટ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો છે. આકાશમાં બે કિલોમીટર ઊંચા ધુમાડાના વાદળો છવાયા હતા. 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં રાખની રજકણ ઉડી રહી હોવાના અહેવાલ મળી રહ્યાંયા છે. યાંત્રિક વિમાનોને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ જ્વાળામુખીમાંથી નીકળી રહેલી આગ અને તેની જ્વાળાઓ તથા તેનો ધુમાડો આકાશમાં બે કિલોમીટર જેટલી ઉંચાઈએ પહોંચી જતા આકાશમાં ધુમાડાના વાદળો છવાઈ ગયા છે.પરિણામે યાંત્રિક વિમાનોને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે. નોર્થ સુમાત્રાના કરો વિસ્તારમાં આવેલા આ જ્વાળામુખીમાંથી નીકળી રહેલી રાખ 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાઈ જવા પામી છે.ઇન્ડોનેશિયામાં ભયંકર ધડાકા સાથે ફાટી નીકળેલા જ્વાળામુખીનો અવાજ પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution