શહેરમાં ૪૪ ડિગ્રીની ગરમી વચ્ચે પણ મતદારોનું જુસ્સાભેર મતદાન: છૂટીછવાઇ ઘટનાઓ પણ ઘટી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026  |   1287

અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગઇ છે.. આ લખાય છેત્યાં સુધીમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર ૪૬ ટકા જેટલું મતદાન થયુ છે. ધોમધખતા તાપમાં પણ મતદારોએ રંગ રાખીને મોટાપાયે મતદાન કર્યુ હતું.. ગરમીના એલર્ટના પગલે સવારથી જ મતદારો મતદાન મથકો ઉપર ઉમટ્યા હતા અને મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી... રવિવાર હોવાને કારણએ સવારના પહોરમાં જ મતદાન કરીને લોકો પોતાના કામે વળગી ગયા હતા. તંત્ર દ્વારા પણ મતદાન મથકો ઉપર પાણી, છાયડા અને મેડિકલ કીટની વ્યવસ્થા કરવામાં આવતા મતદારોને પણ હાશકારો થયો હતો. બીજીતરફ કેટલીક નાની મોટી ઘટનાઓ પણ ઘટી હતી.. કુબેરનગર ,એલિસબ્રિજ જેવા વિસ્તારોમાં મારામારી અને આક્ષેપબાજીના પણ બનાવો બન્યાં હતા કેટલાંક સ્થળોએ હોમગારાડઝ અને મતદારો વચ્ચે પણ બોલાચાલી થઇ હતી. શહેરના પૂર્વ વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ વધુ જાેવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકો કતારોમાં ગોઠવાયા હતાં.. આ રિપોર્ટ ફાઇલ થયો ત્યાં સુધીમાં શાહપુર, મક્તમપુરા જેવા વિસ્તારોમાં સૌથી વધુ મતદાન થયું હતુ. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં ઓછુ મતદાન થયાના અહેવાલ સાંપડી રહ્યાં છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution