લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, એપ્રીલ 2026 |
2079
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી છે. તેનું પરિણામ ૨૮ એપ્રિલના રોજ જાહેર થવાનું છે. ત્યારે વહીવટી તંત્ર છેલ્લી ઘડીની ચૂંટણી વ્યવસ્થાઓમાં વ્યસ્ત છે. જીલ્લાના જુદા જુદા ડિસ્પેચ સેન્ટરો ઉપરથી મતદાન મથકોએ પહોંચાડવામાં આવ્યા . રાજ્ય ચૂંટણી પંચના આંકડા અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧૯.૬૭ લાખ જેટલા પુરુષ મતદારો અને ૧૮.૩૩ લાખ જેટલી મહિલા મતદારો આમ કુલ ૩૮ લાખ જેટલા મતદારો મતદાન કરવાના છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૪૮ વોર્ડ માટે ૬૫૨ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસથી પ્રાપ્ત થતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૪૨૫૭ બુથ ઉપર મતદાનનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ૯૭૭૮ બેલેટ યુનિટ અને ૪૮૮૮ કંટ્રોલ યુનિટ ઉપયોગમાં લેવાશે.અમદાવાદમાં ૧૬ જગ્યાએથી ઈફસ્ ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે. પોલિંગ સ્ટાફને ઈફસ્, સ્ટેશનરી અને ચૂંટણી સાહિત્ય આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતેની મતદાન મથક પરના પોલિંગ સ્ટાફના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જે દરમિયાન પોલિંગ સ્ટાફને ઈફસ્, સ્ટેશનરી અને ચૂંટણી સાહિત્ય આપવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં ૬૫૦૦થી વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં ૨૭ હજાર ચૂંટણી સ્ટાફ, અઢી હજાર મદદગાર સ્ટાફ ચૂંટણી દરમિયાન ફરજ બજાવશે.ગરમીના કારણે મતદાન કેન્દ્રો તથા મત ગણતરી કેન્દ્રો પર આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ફર્સ્ટ એઈડ કીટ જેમાં ૧૧ વસ્તુઓનો સમાવેશ થાય છે, ડોક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા તેમજ ગરમીને લઈ પાણી અને ર્ંઇજી ઉપલબ્ધ કરાવવામા આવશે. આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ મેડિકલ ટીમ પણ બનાવવામાં આવશે. જ્યાં તાપ હશે ત્યાં શેડ બનાવી ઠંડક ઉભી કરવામાં આવશે.