વડોદરા, તા૨૩

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કે જેઓ મનસ્વી નિર્ણયો અને આપખુદશાહીનાં પર્યાય બની ગયા છે. તેના પુરાવારૂપ આજે બનેલી ઘટના યુનિ.નાં ઇતિહાસમાં પ્રથમવાર બની છે. જેમાં વા.ચા. ડો વિજયકુમાર શ્રીવાસ્તવનાં વર્તન અને આપખુદશાહી સ્વાભવ સામે સિન્ડિકેટ સભ્યોએ ખુલ્લો બળવો પોકાર્યો છે. અને વા.ચા નાં વિરોધમાં તમામ સિન્ડિકેટ સભ્યોએ વોક આઉટ કરતા ચકચાર મચી જવા પાંમી છે.

યુનિ.માં સિન્ડિકેટ સભ્યોનું બોર્ડનું પોતાનું એક આગવુ મહત્વ હોય છે. પરંતુ યુનિ. વાચા સમક્ષ સિન્ડિકેટ સભ્યોનું કોઇ મહત્વ નથી તેવી અનેક ઘટનાઓ ભુતકાળમાં પણ યુનિ. સબંધિત કાર્યક્રમો દરમ્યાંન બની ચુકી છે. અને છેવટે વાચા સામે સિન્ડિકેટ સભ્યોની નારાજગી ખુલ્લેઆમ બહાર આવી છે. અને તેમની કાર્યપ્રણાલી સામે બળવો પોકારી સિન્ડિકેટ સભ્યો ભારે નારાજગી દર્શાવી સિન્ડિકેટ બેઠકમાંથી વોકઆઉટ કરતા ખુદ વા.ચા પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

એમ.એસ.યુનિ.માં આજે સિન્ડીકેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકને લઇને મીટીંગનો એજન્ડા પણ સિન્ડિકેટ સભ્યો બેઠકની આગલી રાત્રે મોડો મળ્યો હતો. જેને કારણે તેઓને તેનો અભ્યાસ કરવાનો મોકો મળ્યો ન હતો. જેથી તમામ સભ્યોમાં ભારે રોષ હતો. તેમેજ પોતાના અક્કડ વલણ માટે જાણીતા વા.ચા વિજયકુમાર શ્રીવાસ્તવે સિન્ડિકેટ બેઠકમાં પણ મોડા પહોંચ્યા હતા. અને સભ્યોને રાહ જાેવડાવી હતી. આખરે વીસીની મનમાનીનો ભારે નારાજગી સાથે વિરોધ કરતા અને વીસીને પાઠ શીખવાડવા માટે સિન્ડીકેટ સભ્યો બેઠક છોડીને બહાર નિકળી ગયા હતા. સિન્ડીકેટ સભ્યોએ જે રીતે પોતપોતાની પ્રતિક્રિયા આપી છે તે જાેતા હવે સિન્ડિકેટ સભ્યો વીસીની મનમાની સામે લડી લેવાના મુડમાં છે. અને આ સમગ્ર ઘટનાક્રમના પડઘા આગામી સમયમાં યુનિ. માં જાેવા મળશે

સિન્ડિકેટ સભ્યોનો બળાપો વીસી વ્યસ્તતા વચ્ચે હજારો વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફીકેટ, માર્કશીટ, કોન્વોકેશન વિલંબમાં

સિન્ડીકેટ સભ્ય મયંક પટેલ, હસમુખ વાધેલા સહિત બેઠકમાંથી વોક આઉટ કર્યા બાદ મીડીયા સાથે વાતચીત કરતા વીસીની કાર્યપધ્ધતિ સામે ભારે રોષ સાથે નારાજગી વ્યકત કરી હતી. વીસી ની બે જવાબદારી કાર્યપ્રણાલીનાં કારણે હજારો વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફીકેટ, માર્કશીટ મેળવી શકયા નથી. અને કોન્વોકેશનના આયોજનનાં પણ ઠેકાણા નથી. જેને કારણે હજારો વિદ્યાર્થીઓએ આગળ અભ્યાસ વિદેશ જવા માટે મુશકેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સિન્ડિકેટ સભ્યોએ જણાવ્યુ હતુ કે સમયના અભાવે અમે સરખી રીતે ચર્ચા નથી કરી શકતા અને વિદ્યાર્થીઓના મહત્વનાં મુદ્દાઓને ને ન્યાય પણ નથી આપી શકતા.

સિન્ડિકેટના સભ્યોનું સન્માન સચવાતું નથી

સિન્ડીકેટ મેમ્બર દિનેશ યાદવે જણાવ્યું કે, છેલ્લી ત્રણ સિન્ડીકેટની બેઠકથી મેમ્બર્સ દ્વારા માર્કશીટ અને કોન્વોકેશન માટે ચર્ચા કરીને વીસીને જવાબદારી આપતા હતા. ગત બેઠકમાં તેમણે કોન્વોકેશન પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ હજી સુધી કોઇ તારીખ નક્કી કરી દેવામાં આવી નથી. ગતરોજ મોડી સાંજે મીટીંગનો સમય પણ બદલી કાઢવામાં આવ્યો હતો. બેઠકમાં પણ તેઓ મોડા આવે છે ત્યારે સિન્ડિકેટ સભ્યોનું સન્માંન પણ સાચવવામાં આવતુ નથી. વિદ્યાર્થીના ભવિષ્ય માટે સિન્ડીકેટ ખુબ જ સંવેદનશીલ છે. અને આ કારણે આજની સિન્ડીકેટ બેઠક વોક આઉટ થતા ચાલી શકી નથી. અમારો એક જ મુદ્દો હતો, કોઇ પણ સિન્ડીકેટનો એજન્ડા ૫ દિવસ પહેલા મળવો જાેઇએ. સિન્ડીકેટના સભ્યો કોઇ રબર સ્ટેમ્પ નથી. વીસીએ રાત્રે ૮ વાગ્યે એજન્ડા મોકલ્યા હતા. યુનિ. કોન્વોકેશનની તારીખ નક્કી થવી જાેઇએ અને તમામ વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર છે તેની ખાતરી થશે પછી આગળ વાત. ડિસેમ્બરમાં કોન્વોકેશન થઇ જવું જાેઇએ, કેમ નથી થયું તે જ સવાલ છે. વીસીએ જાતે સમજવું જાેઇએ. તેમની કાર્ય કરવાની રીત તદ્દન વાજબી નથી.

ખાડેે ગયેલા યુનિ. તંત્રનો સત્તાધીશો દ્વારા લૂલો બચાવ

યુનિ. પીઆરઓ ફરીએકવાર યુનિ.નો લુલો બચાવ કર્યો હતો. જે આજની ઘટના સંદર્ભે કોઇપણ રીતે તર્કસંગત ન હતી. લકુલેશ ત્રિવેદીએ જણાવ્યું કે,યુનિવર્સિટીમાં સિન્ડિકેટ દર મહિને આયોજિત થતી હોય છે. સામાન્ય રીતે મહિનાના છેલ્લા અઠવાડિયામાં બધાને અનુકૂળ હોય તે દિવસે આયોજિત થતી હોય છે. સ્વભાવિક રીતે યુનિવર્સિટીમાં અલગ અલગ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. તે સંદર્ભે એજન્ડા શોર્ટ નોટિસમાં પહોંચ્યા હતા. એટલે ટૂંક સમયમાં તેની ફરીથી તારીખ જાહેર કરવામાં આવશે. એટલે કે, સિન્ડીકેટનું આયોજન પ્રણાલી પ્રમાણે કરવામાં આવશે. ડિગ્રી માટે કમ્યુનિકેશન થયા પછી સર્ટિફીકેટ મેળવી શકાતા હોય છે. જાે કોઈક વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે જરૂર હોય તેવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ સપ્લીમેન્ટ્રી કોન્વોકેશન કરી ડિગ્રી આપી હતી. જાે કે, રેગ્યુલર કોન્વોકેશનનુ આયોજન કરી તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે

હાઇપાવર કમિટીનો રિપોર્ટ વાઈસ ચાન્સેલરે દબાવી રાખ્યો છે?

યુનિ. પરીસરમાં અનેક વિવાદસ્પદ ઘટનાઓની તપાસ માટે હાઇપાવર કમિટિની રચના કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીની છેડતી. મારામારી, નમાજ જેવી ઘટનાઓ અંગે કમિટિએ તપાસ પુર્ણ કરી વા,ચા. વિજયકુમાર શ્રીવાસ્તવ સામે ૫ ફેબ્રુઆરીએ રીપોર્ટ સોંપી દિધો છે. તો આ સંવેદનશીલ ઘટનાઓ અંગેનો રીપોર્ટ વા. ચા કેમ દબાવી રાખ્યો છે તેવા સવાલો પણ ઉભા થઇ રહ્યા છે.