અમદાવાદ : વર્ષ ૨૦૧૭માં ચમત્કારી સુલેમાની પથ્થર ખરીદવા માટે રૂપિયા ૧૧ લાખની નકલી નોટો સાથે સાત આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. આ ગુનામાં એક આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. જેને ગુજરાત છ્જી ની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે સાબરકાંઠા જિલ્લાના ઘડી ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, વર્ષ ૨૦૧૭માં અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ૨૦૦૦ના દરની રૂપિયા ૧૧ લાખની નકલી નોટોના ગુનામાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.જેમાં મુળ સાબરકાંઠા જિલ્લાના ઘડી ગામનો રહેવાસી કમલેશ પરમાર તેના ગામે આવવાનો છે. જેથી એટીએસની ટીમે તેના ઘરે સર્વેલન્સ ગોઠવ્યું હતું. કમલેશ આવતાની સાથે જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી કમલેશને ક્રાઇમ બ્રાન્ચને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એટીએસ તેને ઘણા લાંબા સમયથી શોધી રહી હતી. ૩ વર્ષ જેટલા લાંબા સમયથી તે ભાગતો ફરી રહયો હતો.
Loading ...