વડોદરા, તા.૧૪

વડોદરા શહેરના હરણી થી સમા લિંક રોડ પર ખાનગી કંપની દ્વારા ચાલી રહેલી અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી દરમિયાન નોર્થ હરણી ટાંકી ની ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણી પાણી થઈ ગયા હતા.આ અંગેની જાણ થતા તુરંત લાઈન બંઘ કરાયુ હતુ. અને ખાનગી કેબલ કંપનીના ખર્ચે અને જાેખમે તૂટેલી લાઈનનુ રીપેરીંગ કરવા તેમજ પેનલ્ટી વસૂલાત માટેની કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ઘરાઈ છે. પરંતુ પાણીની લાઈન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો.

વડોદરા શહેરમાં વિવિઘ ખાનગી કંપનીઓ દ્વારા કેબલની કામગીરી કે પાલિકાના વિવિઘ વિભાગો દ્વારા કરાતી કામગીરી દરમિયાન અનેક વખત પાણી, ડ્રેનેજ કે ગેસની લાઈનો તૂટવાના બનાવો અનેક વખત બને છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આજે સાંજના સમયે શહેરના હરણી થી સમા જતા રોડ પર ખાનગી કંપની દ્વારા ચાલી રહેલી અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી દરમિયાન પાણી ની લાઈન માં ભંગાણ સર્જાતા ગતરીના સમયમાં સમગ્ર રોડ પર પાણી પાણી થઈ જતા ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ જાેવા મળ્યો હતો.

પાલિકાના પાણી પૂરવઠા વિભાદને આ અંગેની જાણ થતા નોર્થ હરણી ટાંકીની ડિસ્ટ્રીબ્યુશન લાઈનને તુરંત બંઘ કરવામાં આવી હતી.રાત્રે રીપેરીંગની કામગીરી કરાશે તેમજ પાણીની લાઈન તોડનાર એજન્સી ના ખર્ચે અને જાેખમે આ કામગીરી કરવાની સાથે પેનલ્ટીની વસૂલાત માટે કાર્યવાહી હાથ ઘરી છે.