ગ્વાલિયર-

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કૃષિ કાયદાઓના મુદ્દે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે જાે ખેડૂત સંગઠન કૃષિ કાયદાને રદ કરવાના બદલે તેનો કોઈ વિકલ્પ આપવા માંગતો હોય તો અમે વાતચીત માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદા અંગે વાતચીત થઈ ચૂકી છે પરંતુ બંને વચ્ચે કોઈ સંમતિ થઈ શકી નથી. ખેડૂત સંગઠન જ્યાં એક તરફ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ કેન્દ્ર સરકાર તેને પાછો લેવાના ર્નિણય પર અડગ છે. કૃષિ કાયદા વિશે ખેડૂત સંગઠન છેલ્લા લગભગ ૬ મહિનાથી દિલ્લીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે.