અમે ૧૫ જુલાઈએ પાકિસ્તાન એસેમ્બલીથી સ્વતંત્રતા જાહેર કરીશું : કાશ્મીર જાેઈન્ટ આવામી એક્શન કમિટી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026  |   1188


પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. પ્રદર્શનકારીઓનું નેતૃત્વ કરી રહેલી જમ્મુ અને કાશ્મીર જાેઈન્ટ આવામી એક્શન કમિટીએ ૧૫ જુલાઈએ પાકિસ્તાની એસેમ્બલીથી સ્વતંત્રતાની ઘોષણા કરવાની હાકલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,પીઓકે ના લોકો ૧૫ જુલાઈએ પાકિસ્તાની એસેમ્બલીથી સ્વતંત્રતાની ઘોષણા કરશે.” સ્થાનિક નેતાઓએ પાકિસ્તાની સેનાને તાત્કાલિક શહેર ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે અને ઐતિહાસિક રીતે શાંતિપૂર્ણ પ્રદેશને “આતંકવાદી ક્ષેત્ર” તરીકે લેબલ કરવાના પ્રયાસોને સખત રીતે નકારી કાઢ્યા છે.

પીઓકેમાં પરિસ્થિતિ ઝડપથી બગડી છે, હજારો લોકો ઈદગાહ મેદાન પર એકઠા થયા છે. વિરોધ નેતાઓએ વિદેશી મીડિયાને પાકિસ્તાની સેનાના અત્યાચારો જાેવા માટે આમંત્રણ આપ્યું છે. તાજેતરના પ્રદર્શન દરમિયાન, અસીમ મુનીરના આદેશ હેઠળ, પાકિસ્તાની સેનાએ નિ:શસ્ત્ર લોકો પર ગોળીબાર કર્યો, જેમાં ૩૦ લોકો સ્થળ પર જ માર્યા ગયા ત્યારે પરિસ્થિતિ ઝડપથી બગડી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution