દિલ્હી-

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસો પછી વિકેન્ડ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ કેજરીવાલે વર્ચ્યુઅલ માધ્યમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ઘણી ગંભીર છે. આ કારણોસર, અમે વિકેન્ડ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. તે જાણીતું છે કે વિકેન્ડ કર્ફ્યુ  દરમિયાન દિલ્હીમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

તે જાણીતું છે કે દિલ્હીમાં દરરોજ કોરોના પોતાનો જૂનો રેકોર્ડ તોડી રહ્યો છે. કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે નાઇટ કર્ફ્યુ ઉપરાંત અનેક નિયંત્રણો લગાવી દીધા હતા. જણાવી દઈએ કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લોકડાઉન લગાવવાની વાત પર અનેક વાર ના પાડી દીધી હતી. પરંતુ દિલ્હીમાં ઉભરાઈ રહેલી હોસ્પિટલો અને વધી રહેલા કેસ જોયા બાદ મુખ્યમંત્રી એ હમણા વિકેન્ડ કર્ફ્યુંની જાહેરાત કરી છે. તે જાણીતું છે કે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે.