પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈનું કોરોનાથી અવસાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, મે 2021  |   2079

બંગાળ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈનું નિધન થયું છે. શનિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાને કારણે મમતા બેનર્જીના નાના ભાઈનું નિધન થયું છે.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. દરરોજ લાખો ચેપગ્રસ્ત કેસ નોંધાયા બાદ દેશની આરોગ્ય વ્યવસ્થા ધરાશાયી થઈ છે. અહીં દરરોજ મૃત્યુનાં આંકડા ચાર હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે કબ્રસ્તાન અને સ્મશાન પરનો ભાર વધ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોનાની સ્થિતિ અને રસીકરણ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution