દિલ્હી-

નાણાંમંત્રી નિર્મલા સિતારમન દ્વારા સંસદમાં રજૂ થયેલા બજેટની ખાસ વિગતો આ મુજબ છે-

1. કોરોના મહામારીના વસમા સમયમાં બજેટ પેશ કરાયું છે એ પહેલાં મહામારી દરમિયાન પાંચ જાહેરાતો કરાઈ.

2. આત્મ-નિર્ભર ભારતની જોગવાઈઓ અંતર્ગત 27.1 લાખ કરોડ રૂપિયાની મદદ કરાઈ હતી જે જીડીપીનો 13 ટકા હિસ્સો છે

3. ઈન્ફ્રાસ્ટ્રક્ચરક્ષેત્રે સુધારો અને રોકાણ કરાશે.

4. ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક

5. સ્વચ્છ ભારત 2.0નો આરંભ કરવામાં આવશે.

6. કોવિડ-19ની રસી માટે 35,000 કરોડ જેટલી રકમની ફાળવણી

7. જલજીવન મિશન માટે 2.87 લાખ કરોડ રૂપિયાની ફાળવણી

8. હવાના પ્રદુષણને રોકવા માટે ખાસ 2,217 કરોડ રૂપિયાની ફાળવણી, 42 અર્બન સેન્ટર્સ ખુલ્લા મૂકાશે

9. દેશનો જીડીપી બે વખત માઈનસમાં ગયો, જે વિશ્વની અર્થવ્યવસ્થા સાથે સંગત હતો

10. નવા નાણાકીય વર્ષ દરમિયાન ખેડૂતોની આવક બમણી કરવા પર, જનસામાન્યની સમસ્યાઓ ઉકેલવા પર અને વિકાસદર હાંસલ કરવા પર ધ્યાન

11. મેટ્રો રેલ માટે કેન્દ્ર સરકાર રાજ્યોને મદદ કરશે, બે પ્રકારની મેટ્રો બનાવાશે મેટ્રો લાઈટ અને મેટ્રો નિયો

12. વીમાક્ષેત્રે 74 ટકા એફડીઆઈ

13. એનપીએની હાલત સુધારવા માટે મેનેજમેન્ટ કંપની બનાવવામાં આવશે

14. વિનિવેશક્ષેત્રે સરકારનો મોટો નિર્ણયઃ વિનિવેશ કાનૂન સુધારાશે

15. આગામી વર્ષે અનેક જાહેરક્ષેત્રની કંપનીઓમાં વિનિવેશ કરાશે