રાજકારણમાં  ન આવવા ગાંગુલીએ કયું કારણ આપ્યું 
09, માર્ચ 2021 594   |  

કોલકાત્તા-

ક્રિકેટરમાંથી બીસીસીઆઇના અધ્યક્ષ બનેલા સૌરવ ગાંગુલી ઉર્ફે દાદાએ ભાજપ કે રાજકારણમાં જાેડાવવા અંગે સ્પષ્ટ જવાબ આપી દીધો, જે સમજનારા સમજી જશે. ગાંગુલીના કહેવા મુજબ ‘દરેક વ્યક્તિ દરેક રોલમાં ફિટ બેસી ન શકે’. જીવને અનેક અવસર આપ્યા,જાેઇએ શું થાય છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાના ચૂંટણી જંગ વચ્ચે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રાજકારણ પ્રવેશ અંગે પોતાનું મૌન તોડ્યું. એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ગાંગુલીએ કહ્યું કે દરેક વ્યક્તિ દરેક રોલમાં ફિટ બેસી શકે નહીં. પોતાના આ જવાબથી દાદાએ નજીક ભવિષ્યમાં રાજકારણમાં જાેડાવવાનો તેમનો કોઇ ઇરાદો નહીં હોવાનું સ્પષ્ટ કરી દીધું.

હંમેશથી પોતાને એક ક્રિકેટર તરીકે પ્રોજેક્ટ કરનારા સૌરવ ગાંગુલીએ આગળ પણ આ જ રોલમાં રહેવાનો સંકેત આપ્યો છે. બીસીસીઆઇના પ્રમુખ બન્યા બાદથી ગાંગુલીના રાજકારણ ખાસ કરીને ભાજપમાં પ્રવેશ અંગેની અટકળો થઇ રહી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution