મુંબઇ

‘ધ કપિલ શર્મા’ શોમાં ગુંજતા હાસ્યમાં વચ્ચે જે નામ છે તે છે અર્ચના પૂરણ સિંહનું. બોલિવૂડથી માંડીને ટીવી ઇન્ડસ્ટ્રી સુધી અર્ચના પૂરણસિંહે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. અત્યારે તે ‘ધ કપિલ શર્મા શો’ ઓફએયર થયા બાદથી તેઓ પોતાના પરિવારને સમય આપી રહી છે. અર્ચના આ દિવસોમાં બધાથી દૂર છે, ખાસ કરીને ટ્વિટર પરથી. સવાલ એ ઉભો થાય છે કે એવું શું થયું કે ખુશ રહેનારી અર્ચનાએ પોતાને સોશિયલ મીડિયાથી દૂર કરી દીધી છે. ગયા વર્ષે તેમણે લોકડાઉન દરમિયાન ઘણા વિડિઓઝ શેર કર્યા હતા. અર્ચના પૂરણ સિંહે આ અંતરનું કારણ જણાવ્યું છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન, અર્ચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી અંતર પર કહે છે, “ગયા વર્ષે 2020 માં હું સોશિયલ મીડિયા પર જેટલી એક્ટિવ હતી, આ વર્ષે તેનાથી એટલી જ નારાજ છું. લોકોના તાણા અને વિચિત્ર કોમેન્ટ્સ મને નિરાશ કરે છે. હવે તો ફક્ત સામાજિક સંદેશા માટે જ પોસ્ટ કરું છું. જોકે તેના માટે ટ્રોલ થઈ જાવ છું પણ મને કોઈ ફર્ક નથી પડતો. ‘

તેમણે વધુમાં કહ્યું કે આ વર્ષે લોકડાઉનમાં પણ મારું કામ ચાલુ છે પરંતુ તે સોશિયલ મીડિયા પર તેની સાથે સંબંધિત કોઈ પણ વસ્તુ નથી શેર કરી રહી. હું બધી વ્યવસ્થા હવે ફોન પરથી કરી રહી છું. ગયા વર્ષે, જે રીતે રોજિંદા કામદારો માટે અમે ફિલ્મ ઉદ્યોગ વાળાઓએ સાથે મળીને મદદ કરી હતી. તે સમયે સોશિયલ મીડિયા પર પણ ઘણી મશ્કરી કરવામાં આવી હતી. ચાહકોએ મને ત્યા સુધી કહ્યું કે તમે આ બધું દેખાડવા અને દેખાવા માટે ચેરિટી કરો છો. ‘

અર્ચના પૂરણ સિંહે થોડાક દિવસો પહેલા તેમના ભવ્ય બંગલાની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી હતી. અર્ચના પૂરણ સિંહે આ પોસ્ટ્સને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે તેમના બંગલાના દરેક ખૂણો બતાવી રહી છે અને તેમના માતા અને પતિ સાથે મસ્તી પણ કરે છે.