દિલ્હી-

અરુણાચલમાં ચીન દ્વારા એક ગામમાં 100થી વધારે ઘરો વસાવવાની ચીનની ગતિવિધિ બાબતે ભારતે કહ્યું હતું કે, ચીનની આવી ગતિવિધિથી ભારત વાકેફ છે અને સરહદ પર તેની સતત નજર રહે છે. લાંબા સમયથી ચીન આવી ગેરકાયદે હરકત કરી રહ્યું છે અને ભારત તેની નોંધ લે છે. જવાબમાં ભારતની સીમા ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવી રહ્યું છે. અમે રસ્તાઓ પુલ વગેરે બનાવી રહ્યા છીએ, જેનાથી સ્થાનિક લોકોની લાંબા સમયની મુશ્કેલીઓ હળવી થઈ શકે છે. ભારત સરકાર સીમા પરના વિસ્તારોમાં બાંધકામ કરીને માળખાગત સુવિધા ઊભી કરવા માંગે છે, જેથી લાંબા સમય સુધી અહીં સૈન્ય ગતિવિધિઓ હાથ ધરી શકાય.

ચીનનું આ ગામ ભારત માટે બન્યું મોટો ખતરો

એક રિપોર્ટ મુજબ ચીને અરુણાચલ પ્રદેશમાં એક ગામ વસાવી લીધું છે, અને રિપોર્ટ પ્રમાણે ચીને આ ગામમાં આશરે 101 ઘર બનાવી લીધા છે. એટલું જ નહીં આ સાથે ખાસ માહિતી એ પણ મળી રહી છે કે આ ગામ ભારતની વાસ્તવિક સીમાના 4.5 કિલોમીટર અંદર છે. આ રિપોર્ટને લઈને વિદેશ મંત્રાલયની તરફથી જવાબ આવ્યો છે. ત્સારી ચૂ નામનું આ ગામ અરુણાચલ પ્રદેશમાં ભારતીય સીમાની અંદર આવેલું છે. આ ગામ અરુણાચલ પ્રદેશના ઉપરી સુબનસિરી જિલ્લામાં સ્થિત છે. તો ચીને ત્સારી ચૂ નદીના કિનારે ગામ વસાવ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ચીનનું આ ગામ ભારતની સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે. 

બંને દેશો  વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઘણા મહિનાઓથી તંગદિલી ચાલી રહી છે . 8 મહિનાથી ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને સૈનિકો ઉંચા પહાડો પર તૈનાત છે. આ સાથે અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે દિબાંગ ઘાટી, લોહિત સેક્ટર અને સુબંસિરી ઘાટીમાં અનેક ચોકીઓ સહિત મહત્વના સ્થાનોની દેખરેખ થી રહી છે. ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખમાં અલગ અળગ સ્થળોએ લગભગ 50.000 સૈનિકો તૈનાત કર્યા છે. તો થલ અને વાયુ સેના પૂર્વી લદ્દાથમાં સૈન્ય ગતિરોધની સાથે ચીનની પાસેના 3500 કિમીની એલએસીની પાસે કોઈ પણ સ્થિતિ સામે લડવા તૈયાર છે.