ભગવાન શિવના ભક્તો શ્રાવણ માસની ઉજવણી કરવાનું ચાલુ રાખી હતી., અહીં ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠાના રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળ નજીક સોમનાથ મંદિર સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો પર એક નજર નાખીએ છીએ. આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પણ ભાવિકોની પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ આ વર્ષે શ્રાવણના છેલ્લા દરેક સોમવારની જેમ આ સોમવારે પણ મેઘરાજાએ અતિભારે સોમનાથનો જળાભિષેક કર્યો હતો.

ગત વર્ષે આમ જોવા જઈએ તો દર વર્ષે પહેલા અને છેલ્લા સોમવારે ભક્તોની ભીડ જામતી જ હોય છે .ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના મહામારીને કારણે અહીં શ્રદ્ધાળુઓનો ખૂબ જ ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે ગત વર્ષોમાં છેલ્લા સોમવારે એકઠી થતી લાખો ભાવિકોની ભીડને બદલે ઓછી માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શને પહોંચ્યા હતાં. જો કે, સોમનાથમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યાં છે, તેમજ સેનેટાઈઝેશન ચેમ્બરનું પણ નિર્માણ કરાયું છે.