દિલ્હી-

સોશ્યલ મિડિયામાં ખોટી, ફેક અને ભ્રામક ખબરોનો મારો ચાલતો હોય છે તેમાં એક એવી ખબર વહેતી થઈ છે કે નોટબંધીમાં રદ થયેલી રૂા.500,1000 ની જુની નોટો બદલવાનો ફરી એક મોકો આપી રહી છે.જોકે આરબીઆઈની વેબસાઈટમાં આવા કોઈ સમાચાર નહોતા અને પીઆઈ (પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો)એ પણ આ ખબરનું ખંડન કર્યું છે. આ અંગેની વિગત એવી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા (આરબીઆઈ)ના લેટર હેડ પર ટાઈપ કરાયેલી એવી ખબર વાયરલ થઈ છે જેમાં જણાવાયું છે, નોટબંધીમાં બંધ થયેલી રૂા.1000, અને રૂા.500 ની નોટ બદલવાનો વધુ એક મોકો આરબીઆઈ આપી રહ્યું છે. આ સુવિધા વિદેશી પર્યટકો જેવા લોકો માટે છે. જોકે આરબીઆઈની વેબસાઈટમાં આ મામલે ખાંખાખોળા કરતા આ ખબર ફેક સાબિત થઈ હતી અને પીઆઈબીએ પણ આવી ખબરોનું ખંડન કરેલુ.