/
અભિષેક બચ્ચનના કો-સ્ટાર અમિત સાધનો કોરોના રિપોર્ટ શું આવ્યો ?

અમિત સાધે ઇન્ટરવ્યૂમાં ચોખવટ કરી હતી કે, હું અને મારો પરિવાર કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છીએ. જોકે અત્યારે આ યોગ્ય સમય નથી આ વાત કરવાનો પણ મારે ચોખવટ કરવી છે કે, અભિષેક અને મેં ક્યારેય ડબિંગ સાથે નથી કર્યું. કોઈ બે એક્ટર્સ આવું સાથે ન કરી શકે. હા અમે અમારી વેબ સિરીઝ માટે ડબિંગ કરી રહ્યા હતા પણ તે સવારે કરતા હતા અને હું ત્યારબાદ દિવસે કરતો હતો. મેં ખાલી બે દિવસ માટે જ ડબિંગ કર્યું છે. અભિષેક જ્યારે જતા હોય ત્યારે હું આવતો હતો. અમે કોઈવાર સાથે નીકળ્યા હોઈશું પણ હું નથી ઈચ્છતો કે લોકો મીડિયાના ફોટોઝ પર ભરોસો કરીને એવું ધારી લે કે અમે સાથે ડબિંગ કરતા હતા. અમે ખાલી ફોટો સાથે પડાવ્યો હોય બસ એટલું જ.

ચિંતા અને પ્રાર્થના માટે આભાર. ખાલી આ વખતે હું ખુશીથી કહી શકું છું કે હું નેગેટિવ છું. જે લોકો આનો સામનો કરી રહ્યા છે મારી પ્રાર્થના તેમની સાથે છે. લવ યુ. સાથે રહેવામાં જ શક્તિ છે. અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના કો-સ્ટાર અમિત સાધે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ વાતની જાણકારી તેણે ખુદ ટ્વીટ કરીને આપી છે. તેણે લખ્યુંબ્રીધ: ઈન ટુ શેડોઝ વેબ સિરીઝ માટે અભિષેક બચ્ચન અને અમિત સાધ સેમ સ્ટુડિયોમાં ડબિંગ કરતા હતા. એમેઝોન પરની આ સિરીઝ 10 જુલાઈએ રિલીઝ થઇ છે. હાલ અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

અભિષેક અને અમિત સાધે વર્સોવાના સાઉન્ડ એન્ડ વિઝન ડબિંગ સ્ટુડિયોમાં ડબિંગ કર્યું હતું. અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે સ્ટુડિયો કામચલાઉ બંધ કરી દેવામાં આવ્યો છે. ફિલ્મ ક્રિટિક કોમલ નાહટાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution