વડોદરા, તા. ૨૨

ભાજપના નેતાના વખાણ કરનાર કે પછી તેમને મદદ કરનાર નેતાઓને કોંગ્રેસ દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. ત્યારે વડોદરામાં ચોરેને ચોંટે જેની ચર્ચા છે તે બેનર કાંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરનાર યુથ કોંગ્રેસના પ્રમુખ અને શહેર કોંગ્રેસના પ્રમુખને પાર્ટી સસ્પેન્ડ કરશે કે કેમ તેવી ચર્ચાએ શહેરના કોંગ્રેસી કાર્યકરોમાં જાેર પકડ્યું છે.

લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે સતત ત્રીજી ટર્મ માટે સાંસદ રંજનબહેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે જ્યોતિબહેન પડ્યા દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વહેતી નદીમાં હાથ ધોવામાં કોંગ્રેસના નેતાઓ ભાન ભૂલ્યા છે. યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડ દ્વારા કેટલાક વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, મોદી તુજસે બેર નહીં, રંજન તેરી ખેર નહીં. જે ઘટનામાં પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસના નિવેદનમાં હેરી ઓડ દ્વારા આ કૃત્ય કરવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશીએ કહ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા બન્નેની પુછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે મૂળ વાત તો એ છે કે વિરોધ કરવામાં ભાન ભૂલેલા હેરી ઓડ અને ઋત્વિજ જાેશી દ્વારા ભાજપના નેતા અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવ્યા છે. ત્યારે યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશી સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પગલાં લેવામાં આવશે કે કેમ તે ચર્ચાનો વિષય છે.

ઋત્વિજને પોલીસે હાજર રહેવા નોટિસ આપી હતી

શહેર પોલીસે બેનર પ્રકરણ અંગે જણાવ્યું હતું કે, સંગમ ચાર રસ્તા વિસ્તારમાં બેનરો લગાવનાર હરીશ ઉર્ફે હરી ઓડ, ધ્રુવિત વસાવાએ પોલીસ પુછપરછમાં બેનરો શહેર કોગ્રેસ પ્રમુખ રૂત્વિજ જાેષીની સૂચનાથી લગાવવાની કબૂલાત કરી હતી. જેના આધારે રૂત્વિજ જાેષીને તા. ૨૨ માર્ચના રોજ વારસિયા પોલીસ મથકમાં હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

વારસિયા પોલીસ મથકે ઋત્વિજ હાજર ન રહેતાં કાર્યકરોમાં ચર્ચા

બેનર કાંડમાં શહેર કોગ્રેસ પ્રમુખ રૂત્વીક જાેષીને વારસીયા પોલીસ મથકમા ંહજાર રહેવાની નોટીસ પાઠવામાં આવી હતી. પોતાનુ નિવેદન આપવા માટે હાજર થયેલા શહેર કોગ્રેસ પ્રમુખની સાથી કોગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જાેકે બીજી બાજુ વિપક્ષ નેતા હાજર ન રહેતા વારસીયા પોલીસ મથકમાં ઉમટી પડેલા કોંગી કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો હતો.

માંજલપુરમાં કોંગ્રેસના કાર્યક્રમની મિટિંગ બાદ બેનર કાંડને અંજામ અપાયો?

કોંગ્રેસે કાર્યક્રમ કરવા માટે માંજલપુર વિસ્તારમાં કકોંગી કાર્યકરોની સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગ કર્યા બાદ ઋત્વિજ જાેશીએ વોર્ડનં ૧૨ના કોગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોરને વિરોધ કરવા માટે બેનરો આપવામાં આવ્યા હતાં. રાકેશ ઠાકોરે તેના બીજા બે મિત્રો સાથે મળીને ખિસકોલી સર્કલ પાસે બેનરો લગાવ્યા હતા. માંજલપુરમાં થયેલ મીટિંગ બાદ જ બેનર કાંડ ઉભો થયો હોય તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે.

વોર્ડ નં. ૧૨ના પ્રમુખ રાકેશ ઠાકોર કોણ છે?

ગુજરાતના રાજયના મુખ્યામંત્રી, ભાજપા પ્રદેશ પ્રમુખ અને શહેર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટના લગાવેલા બેનરોમાં રાકેશ ઠાકોર કોણ તેવી ચર્ચા શહેરમાં ચાલી રહી છે. રાકેશ ઠાકોર આમ તો વોર્ડ નં. ૧૨ના પ્રમુખ તો છે સાથે સાથે તે તલસટ ગામના સતત ૨૫ વર્ષથી સરપંચ હતા તેમના સંગા ભત્રીજા હોવાની ચર્ચા છે. રાકેશ ઠાકોરે હર્ષદ ઠાકોર અને નીતિન પઢીયાર સાથે મળીને ખિસકોલી સર્કલ પર બેનરો લગાયા હતા તેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા. તેમજ આ ત્રણેય લોકોએ ઋત્વિજ જાેશીએ બેનરો આપ્યા હોવાની કબૂલાત કરી હતી.

ઋત્વિજ જાેશીએ જ બેનર આપ્યાં હતાં ઃ રાકેશ ઠાકોર સહિત ત્રિપુટીની કબૂલાત, કોંેગી પ્રમુખનો ઇન્કાર

ખિસકોલી સર્કલ પાસે લાગેલા બેનરોમાં પોલીસે ત્રણ લોકોની અટકાયકત કરી હતી. ત્રણેયને શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાની ગાડીમાંથી બેનરો કાઢીને લગાવવા આપ્યા હતા, તેવી કબૂલાત ખિસકોલ સર્કલ પાસે બેનર લગાવનાર રાકેશ ઠાકોર સહિત લોકોએ પોલીસને જણાવ્યું હતું. બીજી બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખએ આ વાતનો ઇનેકાર કર્યો હતો

પોલીસ મથકમાં નિવેદન આપ્યા બાદ ઋત્વિજ જાેશીનો સૂર બદલાયો

બે દિવસ પહેલા હરણી વારસીયા તેમજ ખીસકોલી સર્કલ પાસે શહેરના લોકસભા ભાજપના ઉમેદવાર, રાજયના મુખ્યમંત્રી અને પ્રેદશ પ્રમુખના શહેરમાં બેનરો લાગ્યા હતા. જે બેનરો શહેર કોગ્રેસ પ્રમુખે આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જે બાબતે વારસીયા પોલીસે આજરોજ પોલીસ મથકમા ંહાજર રહેવા નોટીસ આપતા શહેર કોગ્રેસ પ્રમુખ રૂત્વીક જાેષી નિવેદન પહેલા ભાજપની વિરૂદ્ધ આક્ષેપો કરતા હતા, ત્યારબાદ નિવેદન આપ્યા બાદ બહાર આવેલા રૂત્વીક જાેષીએ મીડિયા સમક્ષ કશુ બોલાવાનું ઇન્કાર કર્યો હતો. જાેકે, પોલીસ મથકમાં નિવેદન આપવામાં બાદ રૂત્વીક જાેષીના સૂર બદલાયા હતાં.