બૉલીવુડની કઇ એક્ટ્રેસે બિગબૉસમાં આવવા 3 કરોડની ઓફર ઠુકરાવી?

મુંબઇ

સલમાન ખાન બિગ બૉસ 14ની આ સિઝનને લઇને ખુબ એક્સાઇટેડ છે.આજે તમામની આતુરતાનો અંત આવશે. બીગ બોસમાં આવવા માટે અનેક નામોની ચર્ચા ખૂબ જ થતી હોય છે ત્યારે એક એવી અભિનેત્રીની વાત કરીએ જેને કરોડોની ઓફર ઠુકરાવી છે. બેહદની હૉટ એક્ટ્રેસ જેનિફર વિન્ગેટને આ શૉ માટે એપ્રૉચ કરવામાં આવી હતી, પણ જેનિફરે આ શૉ કરવાના ચોખ્ખી ના પાડી દીધી છે. જેનિફરને બિગ બૉસ 14નો ભાગ બનાવવા મેકર્સે તેને ભારે ભરખમ રકમ ઓફર કરી હતી. રિપોર્ટ્સનુ માનીએ તો આ માટે જેનિફરને લગભગ 3 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. છતાં પણ જેનિફરે આ શૉ કરવાની ના પાડી દીધી. સલમાન ખાન બિગ બૉસ 14ની આ સિઝનને લઇને ખુબ એક્સાઇટેડ છે. અનેક વિવાદિત ચહેરાઓ સાથે આજે શો ટીવી પર પ્રસારિત કરવામાં આવશે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution